પુણે પોલીસ રેકોર્ડ પરના આરોપી, તેની ગેન્ગ સામે એમસીઓસીએ લગાવશે…

પુણે: પુણે પોલીસ રેકોર્ડ પરના આરોપી ગજાનન માર્ણે અને તેની ગેન્ગના સભ્યો વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લાગુ કરશે, એમ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું.
Also read : ભિવંડીની કોર્ટમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો: કેદી, તેના પરિવારજનો સામે ગુનો…
આરોપીઓની મિલકતો જપ્ત કરવામાં આવશે અને આરટીઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ તેમનાં વાહનો પણ જપ્ત કરાશે.
પોલીસના જણાવ્યા અનુસાર કોથરૂડ વિસ્તારમાં શુક્રવારે માર્ણે ગેન્ગના સભ્યોએ કેન્દ્રીય પ્રધાન અને પુણેના સાંસદ મુરલીધર મોહોળની ઓફિસમાં 33 વર્ષના કર્મચારી પર હુમલો કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
કોથરૂડ પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ ત્રણ જણની ધરપકડ કરાઇ હતી.
તાજેતરના એક કેસમાં કુખ્યાત ગજા માર્ણે અને તેની ગેન્ગના સભ્યોની ભૂમિકાને ધ્યાનમાં રાખી અમે તેની સામે એમસીઓસીએ લાગુ કરીશું. માર્ણે અને તેની ગેન્ગના 27 સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, એમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
Also read : ‘બોલબચ્ચન ગૅન્ગ’ના બે સભ્ય અમદાવાદમાં પકડાયા
પોલીસ કમિશનરે લોકોને આગળ આવવા અને માર્ણે ગેન્ગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની અપીલ કરી છે. આવી ફરિયાદો ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાસે નોંધાવી શકાય છે. આ માટે સ્પેશિયલ સેલ પણ શરૂ કરવામાં આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)