આમચી મુંબઈ

રાજ્યમાં જીબીએસનું સંક્રમણ વધ્યુંઃ દૂષિત પાણી જવાબદાર હોવાની ડોક્ટરોને શંકા…

શરદ પવારની એનસીપીએ પ્રદૂષણ સાથે શહેરી આયોજનની નિષ્ફળતા પર સાધ્યું નિશાન

પુણે: રાજ્યમાં જીબીએસનું સંક્રમણ વધી રહ્યું છે, જેમાં 42 વર્ષના શખસના મોત પછી એક મહિલાનું પણ મોત થયાના સમાચાર છે. જીબીએસના વધતા સંક્રમણ વચ્ચે નવા 16 કેસ સહિત કુલ કેસની સંખ્યા 125ને પાર થઈ છે, ત્યારે જાણીતા ડોક્ટરના કહ્યા મુજબ આ બીમારી માટે દૂષિત પાણી જવાબદાર હોઈ શકે છે.

Also read : ટ્રેનમાંથી પડી જતાં કચ્છી યુવતીએ જીવ ગુમાવ્યો

જોકે, એનસીપી (એસપી)ના લોકસભાનાં સભ્ય સુપ્રિયા સુળેએ આજે પુણે મહાનગરપાલિકાના વહીવટી તંત્રની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે દુર્લભ નર્વ ડિસઓર્ડર ગુલેઇન-બેર સિન્ડ્રોમ (જીબીએસ)ના પુણે શહેરમાં ફાટી નીકળવા માટે ‘શહેરી આયોજનની નિષ્ફળતા’ અને વધી ગયેલું પ્રદૂષણ જવાબદાર છે.

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં બારામતીનું પ્રતિનિધિત્વ કરતા સંસદસભ્યએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે, જીબીએસ કેસ પાછળનું વૈજ્ઞાનિક કારણ શોધવાની જરૂર છે. આ બીમારી વ્યવસ્થાતંત્રના દોષને કારણે ફેલાયો હોવાનો દાવો કરી સુપ્રિયા સુળેએ માંગણી કરી હતી કે સરકાર જીબીએસ દર્દીઓના તમામ તબીબી ખર્ચ સરકાર ભોગવે. તેમણે પુણેના સિંહગઢ રોડ વિસ્તારના નાંદેડ ગામના એક કૂવાની મુલાકાત લીધી હતી. આ કૂવામાંથી આસપાસના વિસ્તારોમાં દૂષિત પાણી પૂરું પાડવામાં આવ્યું હોવાની આશંકા છે, જેના કારણે જીબીએસના કેસોમાં વધારો થયો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધવાર સુધીમાં પુણે અને રાજ્યમાં અન્યત્ર ઠેકાણે કુલ જીબીએસના 127 શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા હતા. સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે ‘મેં વર્તમાન જીબીએસ પરિસ્થિતિને સમજવા માટે કૂવા અને (નજીકના) વિસ્તારની મુલાકાત લીધી. આ વિસ્તારના લોકો ભય હેઠળ જીવી રહ્યા છે.’

Also read : પરવડી શકે એવા ઘરો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર નવી મ્હાડા પોલીસી તૈયાર કરશે: એકનાથ શિંદે

પુણેના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે શહેરના વિવિધ ભાગોમાંથી પાણીના 144 નમૂનાઓને રાસાયણિક અને જૈવિક વિશ્લેષણ માટે જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે અને આઠ જળ સ્રોતના નમૂના દૂષિત હોવાનું જણાયું છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ આ રોગ દૂષિત પાણીથી થયો હોવાની શંકા છે.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button