પુણે ગેન્ગરેપ કેસ:પકડાયેલા બે આરોપીએ ત્રીજા ફરાર આરોપી વિશે ખોટી માહિતી આપી…

પુણે: પુણેમાં 3 ઑક્ટોબરે 21 વર્ષની યુવતી પર ગેન્ગરેપના કેસમાં પકડાયેલા બે આરોપીએ આ ગુનામાં સંડોવાયેલા તેમના ફરાર મિત્ર વિશે ખોટી માહિતી આપીને અમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસે કોર્ટને જણાવ્યું હતું.
આ પણ વાંચો : ‘તમારી પુત્રીના સોશિયલ મીડિયા પર ધ્યાન આપો’ : વડોદરાની વધુ સગીરા બની ભોગ…
પોલીસને હવે ત્રીજા આરોપીનું સાચું નામ મળી ગયું છે અને તેની શોધ ચલાવવામાં આવી રહી છે, એમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાર્સ કોર્ટને મંગળવારે જણાવ્યું હતું.
પોલીસે આ કેસમાં વધુ તપાસ માટે જ્યુડિશિયલ રિમાન્ડમાં રહેલા બંને આરોપીની કસ્ટડી મંજૂર કરવા કોર્ટને વિનંતી કરી હતી. કોર્ટે બાદમાં બંને આરોપીને 8 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આ પણ વાંચો : બોપદેવ ઘાટ ગેંગરેપના આરોપીઓની માહિતી આપનારાને રૂ. 10 લાખના ઇનામની સરકારની જાહેરાત
આ કેસમાં ધરપકડ કરાયેલા બંને આરોપીમાં મધ્ય પ્રદેશના વતની ચંદ્રકુમાર રવિપ્રસાદ કનોજિયા અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના અખ્તર બાબુ શેખનો સમાવેશ થાય છે. આરોપી શેખે પોલીસને તેના પિતાનું પણ ખોટું નામ આપ્યું હતું.
પુણે નજીક બોપદેવ ઘાટ વિસ્તારમાં 3 ઑક્ટોબરે રાતે પીડિતા તેના પુરુષ મિત્ર સાથે ફરવા માટે આવી હતી ત્યારે તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આરોપીઓએ યુવતીના મિત્રને બાંધીને તેની મારપીટ કરી હતી. પોલીસે આરોપીઓ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
આ પણ વાંચો : બોપદેવ ઘાટમાં સામૂહિક બળાત્કાર પ્રકરણે ત્રણ હજાર મોબાઈલ નંબરની તપાસ
પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે ગયા મહિને જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ શક્ય તેટલી વહેલી તકે કેસની તપાસ પૂર્ણ કરવાનો, ચાર્જશીટ દાખલ કરવાનો અને ખટલાનો ઝડપથી નિકાલ લાવવાનો છે. (પીટીઆઇ)