આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાર અને ‘પરમિટ રૂમ’ મુદ્દે પુણે પોલીસ દ્વારા લેવામાં આવ્યો સૌથી મોટો નિર્ણય…

પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરમાં બાર અને ‘પરમિટ રૂમ’ને લઈને પોલીસ પ્રશાસન દ્વારા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પુણે શહેરમાં બાર અને પરમિટ રૂમને લીધે જાહેર વિસ્તારોમાં ઘોંઘાટ અને અમુક એવી ઘટનાને લીધે દરેક બાર, પરમિટ રૂમ અને રેસ્ટોરાંને રાતના 1.30 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાર અને પરમિટ રૂમ જેવા આઉટલેટ્સ મોડી રાત સુધી ખુલ્લા રહેવાને કારણે ગુનાનું પ્રમાણ વધ્યું છે, જેથી શહેરમાં ગઈકાલ રાતથી કલમ 144 લાગુ કરવામાં આવી છે.

આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે બાર, પરમિટ રૂમ અને રેસ્ટોરાં મોડી રાત સુધી શરૂ રહેતા અનેક વખત નશામાં રહેતા લોકો મહિલાઓ અને લોકો સાથે ગેરવર્તન કરે છે, અને તેમની છેડતી કરે છે. આવી ઘટનાને થતી અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા નવા નિયમ બહાર પાડવામાં આવ્યા હતા. આવી ઘટનાને રોકવા માટે બાર માલિકો પ્રયત્ન નથી કરી રહ્યા અથવા તેઓને લીધે આવી ઘટનાઓ થઈ રહી છે.

પોલીસ પ્રશાસન દ્વારા જાહેર કરેલા નવા આદેશ મુજબ શહેરના દરેક બાર, પરમિટ રૂમ અને રેસ્ટોરાં દોઢ વાગ્યા પછી બંધ કરવાના નિયમોનું પાલન કરવું પડશે. દોઢ વાગ્યા પછી બાર કે પરમિટ રૂમમાં કોઈ ઇન્ડોર ડાન્સ-સંગીત પણ શરૂ રાખવાની પરવાનગી માલિકોને આપવામાં આવશે નહીં અને રાતે એક વાગ્યા પછી કોઈ પણ ડ્રિંક્સ કે ડિનરનો ઓર્ડર પણ સ્વીકારવો નહીં એવી કડક ચેતવણી બાર માલિકોને આપવામાં આવી છે. જો આ નવા નિયમનું પાલન ન કરતાં કોઈ પણ આઉટલેટ્સ ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી કરી દંડ પણ વસૂલવામાં આવશે એવી માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button