આમચી મુંબઈ

‘લેઝર બીમ’ સામે બોમ્બે હાઈ કોર્ટમાં જનહિત અરજી દાખલ

મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન ડીજેના કર્કશ અવાજ અને આરોગ્ય પર લેઝર બીમની હાનિકારક અસરો સામે બોમ્બે હાઈ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
ગણેશ વિસર્જન દરમિયાન અવાજનું સ્તર ૧૦૦ને વટાવી ગયું હોવાનું આ સતત બીજું વર્ષ છે. પોલીસ દ્વારા પ્રતિબંધો હોવા છતાં નિયમોનું પાલન કરવામાં આવતું નથી. રાજકીય પક્ષોએ સ્ટેન્ડ લીધો અને પ્રતિબંધો લાગુ કરવાના નિર્ણયની જાહેરાત પણ કરી, તેમ છતાં પુણેના રહેવાસીઓએ અવાજના વધતા સ્તર અંગે સોશિયલ મીડિયા પર તેમની નારાજગી વ્યક્ત કરી. ગણેશોત્સવ અને ખાસ કરીને વિસર્જન દરમિયાન ડીજેના કર્કશ અવાજ, ઢોલ-તાશાના ટોળાઓની વધતી જતી સંખ્યા અને લેઝરના ઉપયોગને કારણે થતા ધ્વનિ પ્રદૂષણને કારણે આરોગ્યને પ્રતિકૂળ અસર થઈ રહી છે. તેથી, પ્રથમ તબક્કામાં ડીજે અને લેઝર બીમ સામે પિટિશન દાખલ કરવામાં આવી છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button