આમચી મુંબઈ

સૂકો અને ભીનો કચરો અલગ કરવા સુધરાઈનું હાઉસિંગ સોસાયટીમાં જનજાગૃતિ અભિયાન

પ્રતિદિન નીકળતા ૬,૩૦૦ મેટ્રિક ટન કચરામાંથી ૩,૫૦૦ ટન ભીનો કચરો, ભીના કચરાનું થશે રિસાયકલિંગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ પ્લાન્ટ સ્થાપવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં દરરોજ લગભગ ૧,૦૦૦ ટન ભીના કચરા પર પ્રક્રિયા કરવામાં આવશે. જોકે મુંબઈમાં સૂકો અને ભીનો કચરો અલગ તારવવાનું પ્રમાણ માત્ર ૬૫ ટકા છે, તેથી રોજના ૧,૦૦૦ ટન ભીના કચરા પર પ્રક્રિયા કરવાના લક્ષ્યાંકને પૂરો કરવો પાલિકા માટે પડકારજનક રહેશે. તેથી પાલિકા હવે મુંબઈના હાઉસિંગ સોસાયટીઓમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરવા માટે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ હાથ ધરવાની છે.


પાલિકાએ મહાનગર ગૅસ લિમિટેડ(એમજીએલ) સાથે જૂન ૨૦૨૩માં બાયોગૅસ પ્લાન્ટ સ્થાપવા માટે કરાર કર્યા હતા. જે અંતર્ગત પાલિકા આ પ્લાન્ટ માટે જમીન ઉપલબ્ધ કરી આપશે અને ભીના કચરાનો પુરવઠો કરશે. શહેરમાં દરરોજ લગભગ ૬,૩૦૦ મેટ્રિક ટન સૂકો અને ભીનો કચરો નીકળે છે, જેમાંથી લગભગ ૩,૫૦૦ ટન ભીનો કચરો નીકળે છે. પ્રસ્તાવિત પ્લાન્ટમાં મુંબઈમાં નીકળતા ભીના કચરાના લગભગ એક તૃતીયાંશ કચરાનું રિસાયકલિંગ કરવામાં આવશે. પાલિકાએ આ પ્લાન્ટમાં ભીનો કચરો પહોંચે તેની વ્યવસ્થા કરવાની રહેશે. જોકે હાલ મુંબઈમાં માત્ર ૬૫ ટકા કચરાનું જ વર્ગીકરણ થઈ રહ્યું છે.


પાલિકાના ઘનકચરા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ પ્લાન્ટ ઊભું કરવામાં અને તેને ચાલુ થવામાં એક વર્ષનો સમય લાગી શકે છે. ભીનો કચરો ભેગો કરવા માટે પાલિકાના તમામ ૨૫ વોર્ડમાં પાંચ વાહનો ફાળવવામાં આવ્યા છે. જોકે હાલ મુંબઈમાંથી પ્રતિદિન નીકળતા ભીના અને સૂકા કચરાનું ૧૦૦ ટકા વર્ગીકરણ કરવું પડકારજનક થઈ રહેશે. હાલ મુંબઈમાં માત્ર ૬૫ ટકા જ કચરાનું વર્ગીકરણ થઈ રહ્યું છે. તેથી જનજાગૃતિ લાવવા માટે લોકોને શિક્ષિત કરવા માટે હાઉસિંગ સોસાયટીઓના પદાધિકારીઓ સાથે બેઠકો ગોઠવવામાં માટે એક એજન્સીની નિમણૂક કરવામાં આવવાની છે.


પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ જણાવ્યા મુજબ કચરાનું વર્ગીકરણ કરવા માટે જનજાગૃતિ લાવવામાં આવવાની છે. લોકો સુધી સંદેશો પહોંચે તે માટે દિવાલો પર ફ્લાયઓવર પર પેઈન્ટિંગ કરવામાં આવશે. જાહેર સ્થળોનું બ્યુટિફિકેશન કરાશે અને લોકોને કચરાના વર્ગીકરણના મહત્ત્વ વિશે માહિતી આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker