આવતીકાલે PRS માં ટિકિટ બુકિંગ રહેશે બંધ, જાણો શા માટે?

મુંબઈ: પેસેન્જર્સ રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ)-મુંબઈ સેવા ૩૧ મી ડિસેમ્બરે રાત્રે ૧૧.૪૫ કલાકથી પહેલી જાન્યુઆરીના ૧.૧૫ કલાક સુધી દોઢ કલાક માટે ટ્રેન નંબરના રિનંબરિંગ માટે બંધ રહેશે.
આ પણ વાંચો : ‘ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ’નું નવું નામકરણ થયું, જાણો કેમ?
આ બંધને કારણે પીઆરએસ, કોચિંગ રિફંડ, ચાર્ટિંગ એક્ટિવિટિસ, ટ્રેન ફાઇરિંગ અને આઇવીઆરએસ, કરન્ટ રિઝર્વેશન, ચાર્ટ ડિસ્પ્લે, ટચ સ્ક્રીન, રિફંડ કાઉન્ટર્સ અને કોચિંગ રિફંડ ટર્મિનલ વગેરે સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં.
જોકે, નિયમ પ્રમાણે રિફંડ આપવા માટેના ટીડીઆર ઇશ્યુ કરવામાં આવશે. ઉક્ત સમયગાળા દરમિયાન મુંબઈ પીઆરએસમાં ઇન્ટરનેટ બુકિંગ પણ ઉપલબ્ધ રહેશે નહીં. પ્રવાસીઓને આ માટે સહકાર આપવાનો અનુરોધ રેલવે દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટને મેટ્રો દ્વારા જોડવામાં આવશે
અહીં એ જણાવવાનું કે ગયા અઠવાડિયા દરિમયાન આઈઆરસીટીસીનું સર્વર ડાઉન થવાને કારણે લગભગ કલાકો સુધી ટિકિટ બુકિંગ કરવામાં પ્રવાસીઓને મુશ્કેલી પડી હતી.