શાળાના મિડ-ડે મિલમાં ઈંડાં આપવાના નિર્ણયનો વિરોધ
મુંબઈ: મહરાષ્ટ્ર સરકાર દ્વારા શાળાઓના મિડ-ડે મિલમાં ઈંડા આપવાના નિર્ણયને લઈને ભાજપ અને શિવસેના શિંદે જુથના અનેક પ્રધાનો અને કાર્યકરોમાં નારાજગી દેખાઈ રહી છે. શિવસેના અને ભાજપના અનેક સભ્યોએ આ મામલે મુખ્ય પ્રધાન એંકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ નિર્ણયને તરત જ રદ કરવા અંગે પત્ર લખ્યો હતો અને આ અમુક સમુદાયના લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પોચડતા હોવાનું જણાવ્યુ હતું.
રાજ્ય સરકાર દ્વારા પ્રધાન મંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ સાત નવેમ્બરે રાજ્યની દરેક શાળાઓમાં એકથી આઠ ધોરણના દરેક માંસાહારી વિદ્યાર્થીઓને અઠવાડીયામાં એક વખત મિડ-ડે મિલમાં ઈંડા આપવાનો આદેશ આપ્યો હતો. સરકારની આ યોજના હેઠળ રાજ્યના દરેક વિદ્યાર્થીઓને પોષણ વાળો ખોરાક આપવામાં આવી રહ્યો છે.
સરકારની આ યોજનાના એક મહિના બાદ ભાજપના સભ્યોએ આ મામલે શિંદે અને ફડણવીસને પત્ર લખી આ નિર્ણયને રદ કરવાની વિનંતી કરી હતી. તેમણે જણાવ્યુ કે ઈંડા સિવાય પણ બીજા અનેક પોષણ યુક્ત પદાર્થો છે. મહારાષ્ટ્ર વારકારી મહામંડળના વડાએ જણાવી હતું કે જો સરકાર આ નિર્ણયને ૨૦ ડિસેમ્બર સુધી રદ નહીં કરે તો મિડ-ડે મિલમાં આપવામાં આવતા દરેક ઈંડાનો અમે નાશ કરીશું.