આમચી મુંબઈ

ડ્રગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાને બદલે દંડાત્મક કાર્યવાહીની દરખાસ્ત

સસ્પેન્શન રદ કરવાનો અધિકાર માત્ર પ્રધાનને!

મુંબઈ: તાજેતરમાં હાઈ કોર્ટે એ વાત સામે વાંધો ઉઠાવ્યો હતો કે દવાની દુકાનોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા પછી તેને રદ કરવાનો અધિકાર માત્ર પ્રધાનને જ છે અને પ્રધાન દ્વારા સત્વરે નિર્ણય લેવામાં આવતો નથી. તેના ઉકેલ તરીકે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સરકારને દરખાસ્ત મોકલી છે કે દવાના લાઈસન્સ સસ્પેન્ડ કરવાને બદલે દંડાત્મક પગલાં લેવામાં આવે. એક તરફ વહીવટીતંત્ર દંડાત્મક કાર્યવાહીની દરખાસ્ત પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યું છે જેના કારણે સસ્પેન્શનની અપીલ પર નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો છે, જેથી રાજ્યમાં દવાની દુકાનો બિનજરૂરી રીતે અસર ભોગવી
રહી છે.

રાજ્યમાં ૧ લાખ ૪૧૫ દવાની દુકાનો અને ૩૧ હજાર ૧૮૦ હોલસેલર્સ છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રેગ્યુલેશન્સ, ૧૯૪૫ મુજબ, લાયસન્સ સાથે જોડાયેલ શરતોની પૂર્તિ ન કરવા બદલ લાઈસન્સ સીધા સસ્પેન્શન અથવા રદ કરવાની જોગવાઈ છે. આ સંદર્ભે, દવા નિરીક્ષક દ્વારા તપાસ કર્યા પછી મળી આવેલી ભૂલોના આધારે, લાઇસન્સ ધારકને શરૂઆતમાં કારણ બતાવો નોટિસ આપવામાં આવે છે. આ નોટિસનો જવાબ મળ્યા પછી, આ સંદર્ભે લાઈસન્સ કાં તો રદ કરવામાં આવે છે અથવા સસ્પેન્ડ કરવામાં આવે છે. આ નિર્ણય સામે માત્ર સરકાર એટલે કે સંબંધિત પ્રધાનને જ અપીલ કરી શકાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ અપીલોની સુનાવણી થઈ ન હોવાથી ભારે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં કમિશનર અને જોઈન્ટ કમિશનર છે. આ અપીલ આ અધિકારીઓને કરી શકાઈ હોત અથવા સરકારને અર્થાત કે પ્રધાનો દ્વારા સત્તાનું વિકેન્દ્રીકરણ કરી શકાયું હોત. પરંતુ એમ ન કરવા પાછળ ‘આર્થિક કારણ’ હોવાનું પણ કહેવાય છે. અલબત્ત, આ અંગે કોઈ ખુલ્લેઆમ કંઈ કહેવા તૈયાર નથી. પરંતુ તેના કારણે ૪૦૦ થી ૫૦૦ કિમી દૂર આવેલા દવાના દુકાનદારને કારણ વગર મંત્રાલયના ધક્કા ખાવા પડે છે.

આથી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા એવી દરખાસ્ત મોકલી છે કે ગંભીર ભૂલો વિના દવાની દુકાનોના લાયસન્સ સીધા સસ્પેન્ડ કે રદ કરવાને બદલે દંડનીય કાર્યવાહી કરવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button