સતત પાંચમાં મહિને મુંબઈમાં પ્રોપર્ટી વેચાણમાં ઉછાળો | મુંબઈ સમાચાર

સતત પાંચમાં મહિને મુંબઈમાં પ્રોપર્ટી વેચાણમાં ઉછાળો

મુંબઈ: આ વર્ષે લગાતાર પાંચમા મહિને મુંબઈમાં દસ હજારથી વધુ પ્રોપર્ટીના વેચાણના રજિસ્ટ્રેશન નોંધાયા છે. ઑક્ટોબરમાં ૧૦૫૨૩ યુનિટનું વેચાણ થયું હતું જેને કારણે ૮૩૧ કરોડ રૂપિયાની મહેસૂલી આવક થઈ હતી. નાઈટ ફ્રેન્કની આકારણી અનુસાર ૨૦૨૩ના પ્રથમ ૧૦ મહિનામાં કુલ રજિસ્ટ્રેશનનો આંકડો ૧.૦૪ લાખનો નોંધાયો જે દસકાનો સર્વોચ્ચ છે. ૨૦૨૨માં ૨૦૧૩ પછી પહેલી વાર પ્રોપર્ટીનું વાર્ષિક વેચાણ ૧.૨૧ લાખ સુધી પહોંચ્યું હતું. અલબત્ત રજિસ્ટ્રેશનમાં ૨૫ ટકા વધારો નોંધાયો છે અને મહેસૂલી આવકમાં ૧૫ ટકા વધારો થયો છે. સપ્ટેમ્બરની સરખામણીએ ઑક્ટોબરમાં રજિસ્ટ્રેશનમાં બે ટકા ઘટાડો અને મહેસૂલમાં ૨૬ ટકા ઘટાડો જોવા મળ્યો છે.

સંબંધિત લેખો

Back to top button