આમચી મુંબઈ

મિલકતને લઇ વિવાદ થતાં પુત્રએ પિતાના અંગૂઠાનો ભાગ કરડી ખાધો

થાણે: થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં મિલકતને લઇ વિવાદ થતાં ઉશ્કેરાયેલા પુત્રએ પિતાના અંગૂઠાનો ભાગ કરડી ખાધો હતો.

શ્રીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રામનગર વિસ્તારમાં 14 ઑગસ્ટે આ ઘટના બની હતી. આરોપીની ઓળખ રંજિત સરોજ તરીકે થઇ હતી.

આ પણ વાંચો : થાણેમાં જ્વેલર્સને લૂંટવા આવેલા લૂંટારાઓનો હવામાં ગોળીબાર

રંજિતનો તેના પિતા વિજયપ્રકાશ (53) સાથે મિલકતને લઇ વિવાદ ચાલી રહ્યો હતો. 14 ઑગસ્ટે પણ પિતા-પુત્ર વચ્ચે વિવાદ થયો હતો. એ સમયે રંજિત દારૂના નશામાં હતો અને તેણે રોષે ભરાઇને પિતાના અંગૂઠાના ભાગને કરડી ખાધો હતો.

ઘવાયેલા વિજયપ્રકાશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે રંજિત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી રંજિતની ધરપકડ કરાઇ નથી. (પીટીઆઇ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button