વસઈ-વિરાર વિકાસ યોજનાની પ્રક્રિયા શરૂ
વસઈ: વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 20 વર્ષ માટે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે 45 લાખની વસ્તીને ધારીને આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ વિકાસ કામો માટે નવુ રિઝર્વેશન કરવામાં આવશે. ડેવલપમેન્ટ પ્લાન નવેમ્બર 2025માં પ્રકાશિત કરવામાં આવશે.
રાજ્ય સરકારે, 25મી જાન્યુઆરી 2019ની સૂચના અનુસાર, તમામ નગરપાલિકાઓને ભૌગોલિક રેટિગ સિસ્ટમ દ્વારા વિકાસ યોજનાઓ તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. નગરપાલિકાની અગાઉની વીસ વર્ષીય વિકાસ યોજના 2021માં સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ કોરોનાના સમયગાળા અને 29 ગામોને બાકાત રાખવાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાને કારણે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ન હતી. તાજેતરમાં રાજ્ય સરકારે 29 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કર્યો છે. આથી પાલિકાની હદ પણ નક્કી કરવામાં આવી હોવાથી વિકાસ પ્લાન કોઈપણ અડચણ વગર તૈયાર થઈ શકશે.
આ ડેવલપમેન્ટ પ્લાન ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવશે. આ કામ માટે સરકાર દ્વારા ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ અર્બન પ્લાનિંગ વાય.એસ.રેડ્ડીની નિમણૂક કરવામાં આવી છે. ભૌગોલિક ધોરણ દ્વારા સર્વેક્ષણ પૂર્ણ થયા બાદ મે 2024 સુધીમાં સર્વેક્ષણ પ્રકાશિત કરવામાં આવશે. ઉ