વિનોદ તવાડેને મુખ્ય પ્રધાનપદની રેસમાંથી બહાર કાઢવા કરાયાનો આક્ષેપ કર્યો આ સિનિયર નેતાએ

મુંબઈઃ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીનુ મતદાન ચાલી રહ્યું છે, આથી રાજકીય પક્ષોના આક્ષેપ-પ્રત્યાક્ષેપનો દૌર તો પૂરો થયો છે, પરંતુ મતદાનની પૂર્વસંધ્યાએ ભાજપના નેતા વિનોદ તવાડે પર વૉટ ફોર કેશનો આરોપ લાગ્યો અને ભારે હંગામો થયો. તાવડે અને સાથેના નેતાઓ સામે ગુનો પણ દાખલ થયો છે ત્યારે રાજકીય રીતે આને જોવાઈ રહ્યું છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે આક્ષેપ કરતા કહ્યું છે કે ચૂંટણી જીતવા માટે ભાજપે બે હાથે પૈસાનો ઉપયોગ કર્યો છે. દક્ષિણ કરાડમાં પણ આ રીતે પૈસા વહેંચતા ભાજપના નેતા પકડાયા હતા. સત્તા હાથમાંથી ન જાય તે માટે આમ થઈ રહ્યું છે.
વિનોદ તાવડેનો આ રીતે ઉપયોગ
વિનોદ તાવડેના પ્રકરણ મામલે તેમણે જણાવ્યું હતું કે તાવડેનો બે રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ભાજપને હાર નજની સામે દેખાઈ રહી છે. જો હારે તો તાવડે માથે હારનું ઠીકરું ફોડી શકાય અને તેમના લીધે પક્ષની છબિ ખરડાઈ અને મતદાન પર અસર પડી તેમ કહી શકાય.
આ પણ વાંચો…..સ્ટીલ આયાતને લગતી સમસ્યાના ઉકેલ મામલે કેન્દ્રીય પ્રધાને શું ક્હયું
તો બીજી બાજુ જો કોઈ કારણસર ભાજપ સાથી પક્ષો સાથે જીતી પણ જાય તો તાવડેને મુખ્ય પ્રદનપદ પરથી દૂર રાખી શકાય. તાવડે મુખ્ય પ્રધાનપદના પ્રમુખ દાવેદારમાંના એક છે અને તેથી તેમને આ રીતે દૂર કરી નાખવામાં આવ્યાનો દાવો કરી ચવ્હાણે ભાજપના જ નેતા તરફ ઈશારો કર્યો છે.