આમચી મુંબઈ

મહાયુતિમાં સંઘર્ષનાં એંધાણ

નાગપુર: એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક છેલ્લા અનેક મહિનાથી બીમાર હોવાની માહિતી સામે આવી હતી. તેમને થોડા દિવસ પહેલાં જ જામીન મળ્યા હતા. ત્યાર બાદ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગુરુવારે વિધાનસભાના શિયાળુ સત્રમાં તેઓ પહેલી જ વાર નાગપુરમાં પ્રવેશ્યા હતા. નવાબ મલિક ઘણા સમય બાદ મીડિયા સમક્ષ હાજર થતાં ઉત્સુકતાએ વેગ પકડ્યો હતો. હવે નવાબ મલિક એનસીપીના કયા જૂથમાં જશે, એવી
ચર્ચાએ જોર પકડ્યું હતું. આખરે એ વાતનો ખુલાસો ગુરુવારે થયો હતો. નવાબ મલિકે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથ સાથે જવાનો નિર્ણય લીધો હતો.

નવાબ મલિક વિધાનસભામાં સત્તાધારી બાંકડા પર બેઠા હતા તેમ જ મલિક વિધાનસભામાં પહોંચ્યા ત્યારે અજિત પવાર જૂથના પ્રતોદ અનિલ પાટીલની ઓફિસમાં જઇને બેઠા હતા. આને કારણે તેઓ હવે અજિત પવાર જૂથના સભ્ય હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. જોકે નવાબ મલિક અજિત પવાર જૂથમાં શા કારણે જોડાયા છે એ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે, પણ અંદરખાને તો તમામ લોકોને જાણ છે કે તેઓ શા માટે અજિત પવાર જૂથમાં જોડાયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button