આમચી મુંબઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને મહારાષ્ટ્રના પ્રવાસે આવવાના છે ત્યારે પુણે ખાતેની એરપોર્ટ બિલ્ડીંગનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવે એવી શક્યતા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે અને તેમણે વડા પ્રધાનને પુણે એરપોર્ટના નવા ટર્મિનલની બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવાનું અપીલ કરી છે. પવારે હાલમાં જ પુણેના કલેક્ટર અને ડેપ્યુટી ડિવીઝનલ કમિશનર સાથે એરપોર્ટ અને તેના રન-વેના વિસ્તારના મુદ્દાને લઇને ખાસ બેઠક હાથ ધરી હતી. આ રન-વેને એક કિલોમીટર
સુધી વિસ્તારવામાં આવશે, એવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.

વિમાનના ટેક-ઑફ અને લેન્ડિંગ માટે રન-વેના વિસ્તાર માટે ૧૩૫ એકર જમીન હસ્તગત કરવાની જરૂર છે. આ કામગીરી શરૂ કરવાના આદેશ અજિત પવારે આ બેઠકમાં આપ્યા હતા.
આ પ્રોજેક્ટ માટેના ખર્ચનો ૬૦ ટકા હિસ્સો રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે જ્યારે બાકીની રકમ પીએમએસ, પીસીએમસી અને પીએમઆરડીએ દ્વારા આપવામાં આવશે. હાલ પુણે એરપોર્ટના રન-વેની લંબાઇ ૨૫૩૯ મીટર છે, જેને એક કિલોમીટર સુધી વધારવાની પ્રક્રિયા શરૂ છે.

ઉલ્લેખનીય છે કે એરપોર્ટની નવી ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટનમાં થઇ રહેલા વિલંબના કારણે વિપક્ષે કાગારોળ મચાવી છે ત્યારે તેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી કરે એવી અપીલ કરવામાં આવી હોવાનું અજિત પવારે જણાવ્યું

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત