જ્યારે દીકરી Supriya Suleનો પ્રચાર કરવા માતા Pratibha Pawar મંચ પર પહોંચ્યા…. | મુંબઈ સમાચાર

જ્યારે દીકરી Supriya Suleનો પ્રચાર કરવા માતા Pratibha Pawar મંચ પર પહોંચ્યા….

બારામતીઃ લોકસભાની ચૂંટણીનો પ્રચાર એકદમ જોરશોરથી ચાલી રહ્યો છે અને મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનો ત્રીજો તબક્કો પાર પડ્યો હતો. બારામતી મતદાર સંઘમાં જે ખરાખરીનો ખેલ થવાનો છે એની ચર્ચા હાલમાં જોરશોરથી ચાલીલ રહી છે. આ લડાઈ એટલા માટે પણ રોમાંચક છે કારણ કે આ મુકાબલો છે નણંદ વર્સીસ ભાભીનો…

સુપ્રિયા સુળે વર્સીસ સુનેત્રા પવારની આ લડાઈ ખૂબ જ રસપ્રદ સાબિત થવાની છે. હવે દીકરી સુપ્રિયા સુળેનો પ્રચાર કરવા માટે માતા પ્રતિભા પવાર મેદાનમાં ઉતર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં સુપ્રિયા સુળેની દીકરી રેવતી મમ્મીનો પ્રચાર કરવા પહોંચી હતી. હવે આ માતા પ્રતિભા પવાર જેવો દીકરી સુપ્રિયાનો પ્રચાર કરવા માટે મંચ પર પહોંચ્યા છે.


બારામતીમાં સુપ્રિયા સુળેનો પ્રચાર કરવા માટે આખું પવાર ફેમિલી મેદાનમાં ઉતરી આવ્યું છે. આજે જ્યારે સુપ્રિયા સુળે મંચ પર હતા એ જ સમયે તેમની માતા પ્રતિભા પવારની મંચ પર એન્ટ્રી થઈ હતી. એક જૂના ભાષણમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે પ્રતિભાકાકી 1990થી પ્રચારમાં ઉતર્યા નથી અને આજે પ્રતિભા પવારે બારામતીમાં દીકરી સુપ્રિયાના પ્રચાર માટે ફરી એક વખત મંચ પર પહોંચ્યા હતા.


જેવા પ્રતિભા પવાર મંચ પર આવ્યા કે ત્યાં હાજર તમામ મહિલાઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. પ્રચાર માટે આવેલા પ્રતિભા પવાર મંચ પર સૌથી છેલ્લી હરોળમાં બેઠા હતા અને એનું કારણ આપતા સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે મારી મમ્મી પણ મહિલા મેળા માટેમાં આવે એવો સુનંદાભાભીનો આગ્રહ હતો અને એટલે જ તે મંચ પર આવી હતી. મારી દીકરી પણ પ્રચારમાં ભાગ લે છે અને પેમ્ફલેટ વગેરે વહેંચે છે.


આ ઉપરાંત બારામતીમાં આવેલી સહકારી બેંકમાંથી પાંચસો રૂપિયાની નોટ ગાયબ થઈ રહી છે અને અમે આ બાબતની તમામ માહિતી એકઠી કરી રહ્યા છીએ. સુનંદાભાભીએ પ્રચારમાં જે કહ્યું હતું તે હકીકતમાં બનતું હોવાનું દેખાઈ રહ્યું છે. જો કોઈ જગ્યાએ વોટ આપવા માટે પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો પુરાવો મળશે તો અમે એની ફરિયાદ ચોક્કસ કરીશું એવું પણ સુપ્રિયા સુળેએ વધુંમાં જણાવ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button