આમચી મુંબઈ

કોંગ્રેસના દિગ્ગજ નેતાના પત્નીએ ધારણ કર્યો ‘કેસરિયો’ પણ રાહુલ-સોનિયા રહેશે આદર્શ!

મુંબઈ: રાહુલ ગાંધીના ખાસ અને નજીકના ગણાતા રાજીવ સાતવના પત્નીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો અને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. કોંગ્રેસના દિગ્ગજ અને દિવંગત નેતા રાજીવ સાતવના પત્ની પ્રજ્ઞા સાતવે -વિધાન પરિષદના સદસ્ય અને કોંગ્રેસમાથી રાજીનામું આપીને સત્તાધારી પાર્ટી ભાજપનો સાથ પકડ્યો છે.

વિધાન પરિષદના સભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સત્તાધારી ભાજપમાં જોડાયાના એક દિવસ બાદ પ્રજ્ઞા સાતવે જણાવ્યું હતું કે, તેમણે વિકાસના હિતમાં જ પક્ષ પલટો કર્યો છે. જોકે, તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હંમેશા તેમના આદર્શ રહેશે. દિવંગત રાજીવ સાતવના પત્ની પ્રજ્ઞા સાતવ ગુરુવારે ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ અને રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજીવ સાતવને કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે પ્રજ્ઞા સાતવનો આ પક્ષપલટો કોંગ્રેસ માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. મુંબઈથી પરત ફર્યા બાદ તેમણે હિંગોલીમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “હું રાજીવ સાતવના વિકાસના સપનાને સાકાર કરવા માટે ભાજપમાં સામેલ થઈ છું. હું ભાજપમાં માત્ર વિકાસના એજન્ડા માટે જ જોડાઈ છું. કલમનુરીમાં સિંચાઈ અને ખેડૂતોને લગતા મુદ્દાઓમાં ઘણું કામ અટકેલું છે.”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button