આમચી મુંબઈમહારાષ્ટ્ર

કરન્સી ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચેપ્રભાદેવીના વેપારી સાથે પાંચ કરોડની ઠગાઈ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: અમેરિકન કંપનીના પ્રતિનિધિના સ્વાંગમાં પ્રભાદેવીના વ્યાવસાયિકને કરન્સી ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચ બતાવી અંદાજે પાંચ કરોડ રૂપિયાની ઑનલાઈન ઠગાઈ કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

આ પણ વાંચો : મલાડમાં યુવકે કરી આત્મહત્યા: ત્રણ સામે ગુનો દાખલ

દાદરના પ્રભાદેવી પરિસરમાં રહેતા અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વ્યવસાય ધરાવતા 57 વર્ષના વેપારીની ફરિયાદને આધારે થાણેની નૌપાડા પોલીસે મહિલા સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કેસની તપાસ થાણે પોલીસની આર્થિક ગુના શાખા કરી રહી છે.

પોલીસ ફરિયાદ અનુસાર વ્યવસાય નિમિત્તે દુબઈ ગયેલા ફરિયાદી સાથે કપૂર નામના શખસે ઓળખ કરીને તેની ભાણેજ પ્રિયાંશી કરન્સી ટ્રેડિંગ કરતી હોવાથી તેમાં સારું વળતર મળતું હોવાનું કહ્યું હતું. આ માટે કપૂરે ફરિયાદીનો મોબાઈલ નંબર પણ લીધો હતો.

આ પણ વાંચો : બોમ્બની ધમકીઓ: શકમંદનું નાગપુર પોલીસ સમક્ષ આત્મસમર્પણ

ભારત પાછા ફરેલા ફરિયાદીને પ્રિયાંશીએ ફોન કરી તે અમેરિક કંપનીની પ્રતિનિધિ હોવાનું કહ્યું હતું. ઑનલાઈન કરન્સી ઍન્ડ કૉઈન્સ ટ્રેડિંગ બાબતે માહિતી આપી પ્રિયાંશીએ આ ટ્રેડિંગ કરવાથી નસીબ બદલાશે એમ કહ્યું હતું. ટ્રાયલ તરીકે અમુક રકમનું રોકાણ કરવાનું નક્કી કરનારા ફરિયાદીના મોબાઈલ ફોન પર પ્રિયાંશીએ એક લિંક મોકલાવી ઍપ ડાઉનલૉડ કરવાનું કહ્યું હતું.

ફરિયાદમાં જણાવાયું હતું કે એ ઍપના વૉલેટમાં અગાઉ રોકાણ પર સારો નફો થતો હોવાનું દર્શાવાયું હતું. બાદમાં ફરિયાદીના બૅન્ક ખાતામાં નવ લાખ રૂપિયા જમા કરાવી તેમનો વિશ્ર્વાસ સંપાદન કરવામાં આવ્યો હતો. પછી ફરિયાદીએ સમયાંતરે પાંચ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રેડિંગમાં રોકી હતી.

આ પણ વાંચો : મરીન ડ્રાઇવમાં કારમાંથી 10.8 કરોડ નું વિદેશી ચલણ જપ્ત…

વૉલેટમાં જમા રકમ બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાની વિનંતી ફરિયાદીએ કરતાં ઉડાઉ જવાબ મળ્યા હતા. પોતે છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીની લેખિત ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker