આમચી મુંબઈમહારાષ્ટ્ર
ભિવંડીમાં પાવરલૂમના કામગારની હત્યા: બે પકડાયા
થાણે: ભિવંડીમાં પાવરલૂમના કામદારની શસ્ત્રોના ઘા ઝીંકી હત્યા કરવા બદલ બે જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બરકતઅલી રોજમોહંમદ અન્સારી (35) શુક્રવારે સવારે 8.30 વાગ્યે બાબલા કંપાઉન્ડ વિસ્તારમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. અન્સારીના શરીર પર ઇજાના અનેક નિશાન હતા.
અન્સારીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.
દરમિયાન હત્યામાં સંડોવાયેલા બે આરોપી વિશે પોલીસને માહિતી મળતાં તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીએ શસ્ત્રોના ઘા ઝીંકી અન્સારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
અન્સારી દારૂનો વ્યસની હતો અને તેની હત્યા પાછળનું કારણ જાણી શકાયું નહોતું, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)