આમચી મુંબઈ

ઐરોલીમાં રવિવારે વીજ પુરવઠો બંધ રહેશે

નવી મુંબઈ: ૨૯મીએ મહાપારેષણ કંપનીના ૪૦૦ કેવી (કિલો વૉટ) કલવા – ખારેગાંવ લાઇનની ઊંચાઈ વધારવાનું કામ કરવામાં આવશે. આ કામ ઘણા મહિનાઓથી પેન્ડિંગ છે. તેને કારણે ઐરોલી-કટાઈ હાઈવે અને ઐરોલીમાં યુરો સ્કૂલની સામે ફ્લાયઓવરનું કામ પણ અધૂરું છે. આ કામના કારણે આ સ્થળે ટ્રાફિક જામ થાય છે. આથી ઉપરોક્ત કામગીરી ૨૯મી ઑકટોબરે કરવા મહાપારેશણે દરખાસ્ત કરી છે. આ કામ સવારે પાંચ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, ઐરોલી ગામ, ઐરોલી ભક્તિ પાર્ક, ઐરોલી નાકા, સાંઇનાથવાડી, ન્યુ ગાર્ડન, શિવ કોલોની, સમતા નગરનો વીજ પુરવઠો બંધ રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા ઐરોલીમાં અન્ય સ્થળોએ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. જો કે, મહાવિતરણ કંપની દ્વારા જે સ્થળોએ વીજ પુરવઠો બંધ છે ત્યાંના નાગરિકોને આ બાબતની નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button