ટાટા પાવર દ્વારા વીજદરમાં વધારાનો પ્રસ્તાવ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ટાટા પાવર દ્વારા વીજદરમાં વધારાનો પ્રસ્તાવ

મુંબઈ: ટાટા પાવર કંપનીએ પહેલી એપ્રિલથી વીજળીના દરમાં વધારો કરવાની દરખાસ્ત રાજ્ય વિદ્યુત નિયમન પંચને રજૂ કરી છે. જો દરખાસ્ત સ્વીકારવામાં આવશે, તો નાના ઘરગથ્થુ ગ્રાહકોને નુકસાન થશે. ટાટા કંપનીએ કમિશન દ્વારા મંજૂર કરાયેલા દરો અને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૩-૨૪ માટે પ્રાપ્ત થયેલી
વાસ્તવિક આવકના આધારે આ દરખાસ્ત કરી છે.

દર મહિને ૩૦૦ અથવા ૫૦૦ યુનિટ સુધી વપરાશ કરતા ઘરગથ્થુ ગ્રાહકોને બિલ મોકલાવવું અને એકત્રિત કરવું મુશ્કેલ કાર્ય છે. આ પૃષ્ઠભૂમિમાં, ૦-૧૦૦ યુનિટ માટે ૨૦૧ ટકાનો વધારો, ૧૦૦થી ૩૦૦ યુનિટ માટે ૬૦ ટકા અને ૩૦૧થી ૫૦૦ યુનિટ માટે ૧૦ ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. જો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો ટાટા કંપનીના ૫૦૦ યુનિટ સુધીના દરો અદાણીની કંપની કરતા વધારે હશે. આથી ગ્રાહકો અદાણી તરફ પાછા ફરે તેવી શક્યતા છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button