આમચી મુંબઈ
ટ્રાન્સ હાર્બર લિન્કને કારણે ટ્રાફિક સર્જાવાની શક્યતા
મુંબઈ: નવી મુંબઈને શિવડી ન્હાવા શેવા ટ્રાન્સ હાર્બર લિન્કનું કામ પૂરું થયા બાદ શિવડી અને કોટન ગ્રીન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થશે, એવી ચિંતા સ્થાનિક વિધાનસભ્યએ વ્યક્ત કરી હતી. આ મામલે ટ્રાફિક વિભાગ અને મહાપાલિકાને સમસ્યાનો ઉકેલ લાવવા માટે માગણી કરવામાં આવી છે. નવી મુંબઈના ટ્રાન્સ હાર્બર લિન્કનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આ લિન્કને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કર્યા બાદ તેને લોકો માટે ખૂલ્લો મૂકવામાં આવશે. આ દરિયાઈ બ્રિજ પર શિવડીના ગાડીઅડ્ડાથી કોટન ગ્રીન ફાયર સ્ટેશન આ વિસ્તારથી વાહનો પ્રવેશ કરશે. કોટન ગ્રીન ફાયર સ્ટેશનની નજીક મુંબઈ પોર્ટ ટ્રસ્ટનું પે એન્ડ પાર્કિંગ આવેલું છે.