આમચી મુંબઈમહારાષ્ટ્ર

Pune Porsche Accident મુદ્દે રાજકારણ ગરમાયુંઃ મહારાષ્ટ્ર કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ

કોંગ્રેસના ઉમેદવારે રસ્તા પર બેસીનો સરકારનો કર્યો વિરોધ

મુંબઈઃ પુણેમાં પોર્શ કાર અકસ્માત (Pune Porsche Accident)ના કિસ્સામાં હવે રાજકારણ ગરમાયું છે, જેમાં અગાઉ એનસીપીએ વિરોધ કર્યા પછી હવે કોંગ્રેસ પણ સરકારને જોરદાર ઘેરવાના મૂડમાં છે. મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આરોપ મૂકતા કહ્યું હતું કે ભાજપ મહારાષ્ટ્રને બરબાદ કરી રહ્યું છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર ગેરબંધારણીય છે. નિરંતર ભાજપ મહારાષ્ટ્રને બરબાદ કરવાની કોશિશ કરી રહ્યું છે અને સરકારનું વર્તન જાણે એવું છે કે લોકોના જીવની કોઈ કિંમત જ નથી. સરકાર જેમ કહે છે એમ પ્રશાસન પણ કામ કરે છે.

ગઈકાલે ડોંબિવલીમાં બોઈલર બ્લાસ્ટમાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે નવી સરકારનું ગઠન થયું છે ત્યારથી કારખાના ચાલુ થયા છે. આ કેમિકલ ફેક્ટરીઓ ચાલુ કરવામાં આવી છે, કારણ કે ઉદ્યોગપતિઓ-વેપારીઓ પાસેથી મળી રહ્યા હતા અને એના કારણે લોકો જીવ ગુમાવ્યા છે, એવો તેમણે દાવો કર્યો હતો.
પુણે પોર્શ કાર અકસ્માત મુદ્દે હવે વિપક્ષ મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકારને ઘેરવાનું શરુ કર્યું છે, જેમાં આજે વિપક્ષી પાર્ટીના જૂથ નેતાઓ દ્વારા પોલીસ કમિશનરની ઓફિસ બહાર એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પુણે પોર્શ અકસ્માત મુદ્દે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદ ચંદ્ર પવાર પાર્ટી)ના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન પુણે લોકસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકરે પોલીસ કમિશનર કચેરીની વિરોધ પ્રદર્શન કર્યું હતું. રસ્તામાં બેસીને કોંગ્રેસના ઉમેદવારે સરકારનો આગવી રીતે વિરોધ કર્યો હતો.
તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે આ કેસમાં પોલીસ અધિકારી ડિફોલ્ટર છે અને તેમની સામે કેસ નોંધવો જોઈએ. જે લોકો માર્યા ગયા છે તેમને ન્યાય મળવો જોઈએ. પોલીસ કમિશનર આ વાતને જાણે છે તેમણે રાજીનામું આપવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button