આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાબા સિદ્દીકી મર્ડર મિસ્ટ્રીઃ રાજકીય કિન્નાખોરી કે ષડયંત્રનો ભોગ?

હત્યાથી વિધાનસભાની ચૂંટણી ટાણે સત્તાધારી પાર્ટી અને વિપક્ષ ઘર્ષણના એંધાણ

યશ રાવલ

મુંબઈ:
ઈન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી કે પછી મોહનદાસ કરમચંદ (મહાત્મા) ગાંધી, રાજનેતાઓ કે રાજકારણથી જોડાયેલા લોકોની હત્યાનો સિલસિલો હજી અકબંધ છે. રાજકીય કારણોસર હોય કે પછી અંગત અદાવતને કારણે એકબીજાના લોહીના તરસ્યા થયેલા લોકો હજી પણ કાયદાથી પર છે. અને ફરી એક વાર મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ટાણે રાજ્યના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં હત્યા કરવામાં આવી. બાબા સિદ્દીકીની હત્યાના રાજકીય જ નહીં, પરંતુ બોલીવુડની દુનિયામાં આકરા પ્રત્યાઘાતો પડ્યા છે.

આ પણ વાંચો: બાબા સિદ્દીકીને અંતિમ વિદાય આપવા ઉમટ્યા કલાકારો, સલમાન ઉદાસ જોવા મળ્યો…

રાજકીય કિન્નાખોરી યા મસમોટા ષડયંત્રનો રાજકીય નેતાઓ હાથો બની રહ્યા છે, જે મુંબઈમાં ફરી માફિયા કલ્ચરને આમંત્રણ આપી રહ્યું હોવાનું પુરવાર થયું છે. જાણીએ મુંબઈ-મહારાષ્ટ્રના ભૂતકાળના દિગ્ગજ નેતાઓની મર્ડર મિસ્ટ્રી અને રક્તરંજીત ઈતિહાસ. મુંબઈમાં જ થયેલી રાજનેતાઓની હત્યા ઉપર નજર નાખીએ તો મોટા મહાનુભવોનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હોવાનું અનેક વખત બન્યું છે. એ તમામ ઘટનાઓ પર નજર નાખીએ. મહારાષ્ટ્રમાં આ અગાઉ ગોપીનાથ મુંડેની હત્યા થઈ ત્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી એ વખતે પણ સરકારની કામગીરી પર સવાલો ઊભા કરવામાં આવ્યા હતા.

ગોપીનાથ મુંડે: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા ભાજપના નેતા ગોપીનાથ મુંડે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી તેની પહેલા 3 જૂન, 2014ના રોજ નવી દિલ્હીના સફદરજંગ રોડ અને પૃથ્વીરાજ રોડ દરમિયાન પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માત કોઇ દુર્ઘટના નહીં, પરંતુ કાવતરું હોવાની પણ અનેક ‘કોન્સિપરસી થિયરીઝ’ એટલે કે ષડયંત્રની કહેવાતી વાતો ચાલતી આવી છે. જોકે, આ ઘટના બાદ થયેલી ચૂંટણીમાં તેમના પુત્રી પંકજા મુંડે વિજયી થયા હતા. ગોપીનાથ મુંડેના મૃત્યુને પગલે તેમને સહાનુભૂતિના મત મળ્યા હોવાનું પણ કહેવાય છે.

પ્રમોદ મહાજન: ભાજપના નેતા તેમ જ ભૂતપૂર્વ પ્રધાન પ્રમોદ મહાજનની હત્યા તેમના જ ઘરે તેમનાથી છૂટા પડી ગયેલા ભાઇ પ્રવીણ મહાજને તેમની લાઇસન્સવાળી .32 બ્રાઉનિંગ પિસ્તલથી ગોળી મારીને કરી હતી. આ ઘટના 22 એપ્રિલ, 2006ના રોજ બની હતી.

મહેશ ગાયકવાડ હત્યાકાંડ: ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે જમીન વિવાદના પગલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ ઉપર પોલીસ સ્ટેશનમાં જ ગોળીબાર કર્યો હતો. ઉલ્હાસનગરના હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં 3 ફેબુ્રુઆરી, 2024ના રોજ આ ઘટના બની હતી, જેને પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં તેમ જ મહાયુતિમાં પણ ખળભળાટ મચી ગયો હતો. આ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરના ચેમ્બરમાં જ આ ઘટના બની હતી.

અભિષેક ઘોસાળકર: શિવસેનાના વિભાગ પ્રમુખ તેમ જ પ્રધાન રહી ચૂકેલા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકર, જે પોતે નગરસેવક રહી ચૂક્યા હતા, તેમની હત્યાએ સૌથી વધારે ચકચાર મચાવ્યો હતો. તેનું કારણ હતું કે આ હત્યાના સાક્ષી હજારો લોકો બન્યા હતા. ફેસબુક લાઇવ ચાલું હતું ત્યારે અભિષેકની એ વખતે તેની જ સાથે હાજર રહેલા સામાજિક કાર્યકર મૌરિસ નોરોન્હાએ ગોળી મારીને હત્યા કરી હતી. પોતાના બોડીગાર્ડની બંદૂક લઇને મૌરિસે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ આખી ઘટનાનો વીડિયો પણ ફેસબુક લાઇવ શરૂ હોવાના કારણે ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો હતો.

કમલાકર જામસાંડેકર: ગેંગસ્ટરમાંથી રાજકારણી બની ગયેલા અરુણ ગવળીએ 2007માં એ સમયની અવિભાજિત શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકરની હત્યા કરી હતી. જામસાંડેકરના ઘટકોપર(વેસ્ટ)માં આવેલા નિવાસસ્થાનની બહાર જ તેમની હત્યા કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાંચે આ હત્યાનો કેસ પોતાના હાથમાં લીધો ત્યાર પછી આ હત્યામાં અરુણ ગવળીનો હાથ હોવાનું જણાયું હતું અને આ કેસમાં ગવળીને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો અને હજી પણ તે જેલમાં જ છે. તેમના આ કેસમાં 2012માં અદાલતે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker