આમચી મુંબઈ

10 કરોડની લોનને બહાને વેપારી પાસેથી 22 લાખ રૂપિયા પડાવ્યા…

થાણે: 10 કરોડની લોન અપાવવાને બહાને અંબરનાથના વેપારી પાસેથી બાવીસ લાખ રૂપિયા પડાવનારા આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે પોલીસે વેપારીના વ્યવસાય અને લોન શા માટે જોઈતી હતી તે અંગે કોઈ ચોખવટ કરી નહોતી.

શિવાજી નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અંબરનાથમાં રહેતા 50 વર્ષના વેપારી ગયા વર્ષના માર્ચમાં આરોપીના સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ હાઈવ વેલ્યૂ લોન અપાવવાની ખાતરી ફરિયાદીને આપી હતી. બાદમાં માર્ચથી જુલાઈ દરમિયાન કમિશન ફી અને વિવિધ ચાર્જીસને બહાને આરોપીએ ફરિયાદી પાસેથી 22.07 લાખ રૂપિયા લીધા હતા. આટલી રકમ ચૂકવ્યા પછી પણ ફરિયાદીને લોન મળી નહોતી.

આ પણ વાંચો : સાવધાનઃ ડોંબિવલીના રહેવાસીએ ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં 47.47 લાખ રૂપિયા ગુમાવ્યા

પ્રાથમિક તપાસમાં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે લોનની પ્રક્રિયા માટે આપવામાં આવેલા દસ્તાવેજો બોગસ હતા. ફરિયાદીને લોન તો ન મળી, પણ તેમણે ચૂકવેલી રકમ પણ ગુમાવી હતી. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે મંગળવારે છેતપિંડી અને ઠગાઈની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button