નાલાસોપારામાં ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટમાં આવતાં કોન્સ્ટેબલનું મૃત્યુ...

નાલાસોપારામાં ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટમાં આવતાં કોન્સ્ટેબલનું મૃત્યુ…

મુંબઈ: નાલાસોપારામાં ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટમાં આવતાં પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હોવાની ઘટના મંગળવારે બપોરે બની હતી. કોન્સ્ટેબલની ઓળખ ગણેશ રાઉળ (32) તરીકે થઇ હોઇ તે કાંદિવલીના સમતાનગર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો.

નાલાસોપારામાં પત્ની અને બે સંતાન સાથે રહેતો ગણેશ રાઉળ મંગળવારે કામે જવા માટે ઘરેથી નીકળ્યો હતો અને નાલાસોપારા સ્ટેશન પર પહોંચ્યો હતો. તેને પ્લેટફોર્મ નંંબર-4 પરથી ચર્ચગેટ તરફ જનારી લોકલ પકડવાની હતી. જોકે મોડું થયું હોવાથી બ્રિજ પરથી જવાને બદલે તેણે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

એ સમયે ટ્રેનની અડફેટમાં આવતાં રાઉળ ગંભીર રીતે ઘાયલ થયો હતો. રાઉળને હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પણ તેનું મૃત્યુ થયું હતું. રાઉળના ખીસામાંથી મળેલા આઇડેન્ટિટી કાર્ડ પરથી તેની ઓળખ થઇ હતી. રાઉળ સવારે કામે જવા નીકળતો હતો, પણ મંગળવારે કામે મોડો આવવાનો હોવાની જાણ રાઉળે કરી દીધી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

રેલવે દ્વારા અપાયેલી માહિતી અનુસાર જાન્યુઆરી, 2015થી મે, 2025 દરમિયાન 26,547 લોકોના વિવિધ અપઘાતમાં મૃત્યુ થયાં હતાં. આમાં સૌથી વધુ એટલે 14,175 લોકોના મૃત્યુ ટ્રેેક ક્રોસ કરતી વખતે થયાં હતાં.

આ પણ વાંચો…નાલાસોપારામાં બિલ્ડરની આત્મહત્યાના કેસમાં બે કોન્સ્ટેબલની ધરપકડ: બન્નેને સસ્પેન્ડ કરાયા

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button