કોંગ્રેસ શાસિત રાજ્યો પાર્ટીના ‘શાહી પરિવાર’નાં એટીએમ, એમવીએ ભ્રષ્ટાચારનું પ્રતીક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…

આકોલા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે જ્યાં પણ કોંગ્રેસની સરકાર બને છે, તે રાજ્ય પાર્ટીના ‘શાહી પરિવાર’ (રાજવી પરિવાર)નું એટીએમ (ઓટોમેટેડ ટેલર મશીન) બની જાય છે. અમે મહારાષ્ટ્રને કોંગ્રેસનું એટીએમ બનવા દઈશું નહીં.
આ પણ વાંચો : બારામતીમાં મોદીને ચૂંટણીસભા સંબોધવા બોલાવશે અજિતદાદા?
મોદીએ 20 નવેમ્બરની રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે અકોલામાં પ્રચાર રેલીને સંબોધિત કરતી વખતે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે આટલો ભ્રષ્ટાચાર કરે છે, ત્યારે કોઈપણ વ્યક્તિ કલ્પના કરી શકે છે કે પાર્ટી એકવાર સત્તામાં આવ્યા બાદ કેવી ભ્રષ્ટ હશે.
જ્યાં પણ કોંગ્રેસ સરકાર બનાવે છે, તે રાજ્ય પાર્ટીના શાહી પરિવારનું એટીએમ બની જાય છે. મહારાષ્ટ્ર ચૂંટણી માટે કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં દારૂના કારોબારમાંથી રૂ. 700 કરોડની ઉચાપત કરવામાં આવી છે. તેલંગણા અને હિમાચલ પ્રદેશ પણ આ શાહી પરિવારના એટીએમ બની ગયા છે, એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાને કહ્યું હતું કે મહાયુતિ મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધનના મેનિફેસ્ટોમાં મહિલાઓની સુરક્ષા, નોકરીની તકો, લાડકી બહેન યોજનાના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જ્યારે મહા વિકાસ અઘાડી, જેમાં કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને શરદ પવારની એનસીપી સામેલ છે, ‘ગોેટાળા પત્ર’ સાથે બહાર આવી છે.
આ પણ વાંચો : એક હૈ તો સેફ હૈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
આખો દેશ જાણે છે કે એમવીએ એટલે ભ્રષ્ટાચાર, ટોકન મની અને ટ્રાન્સફર પોસ્ટિંગ બિઝનેસ,એમ તેમણે કહ્યું હતું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રમાં ચાર જાહેર રેલીઓમાં એમવીએ પર પ્રહારો કર્યા હતા.
‘પ્રથમ રાષ્ટ્રની આ લાગણી ભારતની સૌથી મોટી તાકાત છે, એમ તેમણે કહ્યું હતું.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં અનુચ્છેદ 370 ની પુન:સ્થાપના માટેના ઠરાવને સમર્થન આપવા બદલ વડા પ્રધાને કોંગ્રેસની ટીકા કરી હતી, જેણે અગાઉ રાજ્યને વિશેષ દરજ્જો આપ્યો હતો.
આ લોકો ભારત વિરોધી શક્તિઓની ભાષા બોલી રહ્યા છે અને કાશ્મીરને ફરી હિંસા અને આતંકવાદમાં ધકેલવા માંગે છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં અમિત શાહ ગર્જ્યા, હરિયાણામાં કોંગ્રેસનો સફાયો થયો એમ…
તેઓ આંબેડકરના બંધારણને જમ્મુ અને કાશ્મીરમાંથી બહાર કાઢવા માંગે છે. કલમ 370 હટાવ્યા બાદ દલિતો અને આદિવાસીઓને અનામતનો લાભ મળ્યો હતો. જ્યારે કલમ 370 ને કારણે કાશ્મીરી હિંદુઓ ભાગી ગયા હતા, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)