આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…

કોંગ્રેસનો ‘શાહી પરિવાર’ માને છે કે તેનો જન્મ દેશ પર શાસન કરવા માટે થયો છે: વડા પ્રધાન મોદી

પુણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પુણેમાં એક જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું કે કૉંગ્રેસ કાશ્મીરમાં કલમ 370 ફરીથી લાગુ કરવાની માગણી કરીને પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. કોઈ કલમ 370 ફરી લાવી શકશે નહીં, કેમ કે અમે તેને જમીનમાં ઊંડે દાટી દીધી છે.


મહારાષ્ટ્રની આ ત્રણ ડઝન બેઠકો પર બંને ગઠબંધન વચ્ચે રસપ્રદ જંગ, ગયા વખતે તફાવત 5000 થી ઓછો હતો…


કલમ 370 ફરી લાગુ કરવાની માગણીને દેશ ક્યારેય સ્વીકાર કરશે નહીં, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે કૉંગ્રેસે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કલમ 370 પુન:સ્થાપિત કરવાની માગણી કરી છે. જે લોકો દેશને બંધારણની પુસ્તિકા દેખાડી રહ્યા ચે અને મહારાષ્ટ્રમાં કોરા પુસ્તકો વહેંચી રહ્યા છે. તેમને હું પુછવા માગું છે કે તેમણે દેશ પર છ-સાત દાયકા શાસન કર્યું છે. કેમ બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલું બંધારણ આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું નહોતું?

તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોના આશીર્વાદથી તમારા સેવકે કલમ 370ને જમીનમાં ઊંડે દાટી દીધી છે. કલમ 370 કાશ્મીરને ભારતથી અલગ કરતી હતી અને કાશ્મીરમાં અલગાવવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપતી હતી. ભાજપે કલમ 370 ખતમ કરીને કાશ્મીરમાં તિરંગો લહેરાવ્યો છે.

તેમણે એમ કહ્યું હતું કે કર્ણાટકમાં કૉંગ્રેસે જુઠું બોલીને લોકોને તેમને મત આપવા જણાવ્યું હતું. સત્તામાં આવ્યા બાદ તેઓ વચન પૂરા કરી શક્યા નથી. તેને બદલે તેઓ કર્ણાટકમાં ખંડણી કૌભાંડ ચલાવી રહ્યા છે. કર્ણાટકમાં રોજ નવા કૌભાંડો બહાર આવે છે. કૉંગ્રેસ જનતાને ધોળે દહાડે લૂંટી રહી છે. એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ત્યાંથી લૂંટવામાં આવેલા નાણાંનો મહારાષ્ટ્રની ચૂંટણી લડવા માટે કૉંગ્રેસ ઉપયોગ કરી રહી છે.

આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ચિમુરમાં કહ્યું હતું કે કોંગ્રેસના ‘શાહી પરિવાર’ની માનસિકતા હંમેશા એવી રહી છે કે તેઓ દેશ પર શાસન કરવા માટે જન્મ્યા છે, જ્યારે સોલાપુરમાં એમણે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી (એમવીએ)માં બધા જ પક્ષો વચ્ચે ઝઘડો ચાલે છે અને બધાને ડ્રાઈવિંગ સીટ પર બેસવું છે.

‘આ જ કારણ છે કે આઝાદી પછી કોંગ્રેસે ક્યારેય દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને પ્રગતિ કરવા દીધી નથી,’ એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં ચિમુર ખાતે એક રેલીને સંબોધતા કહ્યું.

કોંગ્રેસ અનામત (વિષય)થી ચિડાઈ જાય છે. 1980 ના દાયકામાં જ્યારે રાજીવ ગાંધીએ પાર્ટીનું નેતૃત્વ કર્યું, ત્યારે તેમણે દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ દ્વારા ભોગવવામાં આવતા વિશેષ અધિકારો પર પ્રશ્ર્નો ઉઠાવતી જાહેરાત પ્રકાશિત કરી હતી, એમ મોદીએ કહ્યું હતું.

તેમણે કહ્યું કે આ જૂની જાહેરાત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. તે પક્ષનું અનામત વિરોધી વલણ દર્શાવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

તમારી એકતાને તોડવી એ કોંગ્રેસની ખતરનાક રમત છે. જો આદિવાસી સમાજ જ્ઞાતિઓમાં વહેંચાઈ જશે તો તેની ઓળખ અને તાકાત ખોવાઈ જશે, એમ મોદીએ કહ્યું હતું.

કોંગ્રેસના રાજકુમારે વિદેશમાં હતા ત્યારે એવી જાહેરાત કરી છે. એટલા માટે હું કહું છું કે આપણે કોંગ્રેસના આ ષડયંત્રનો શિકાર ન થવું જોઈએ. આપણે એક રહેવાનું છે, એમ તેમણે કહ્યું હતું.

મોદીએ કહ્યું કે જો આપણે એક થઈશું તો સુરક્ષિત રહીશું. તેમણે ઉમેર્યું, ‘જો તમે એક નહીં રહો, તો કોંગ્રેસ તમારી અનામત છીનવી લેશે.’

એમવીએ મહારાષ્ટ્રના વિકાસ માટે હાનિકારક: પીએમ મોદી

વિપક્ષી મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધન પર પ્રહાર કરતા મોદીએ તેના પર ‘ભ્રષ્ટાચારના સૌથી મોટા ખેલાડી’ હોવાનો અને રાજ્યમાં વિકાસને રોકવાનો આરોપ લગાવ્યો હતો.

મોદીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રનો ઝડપી વિકાસ આઘાડીની પહોંચની બહાર છે. તેઓએ વિકાસના કામો પર બ્રેક લગાવવા માટે પીએચડી કર્યું છે. કોંગ્રેસ પાસે તેમાં ડબલ પીએચડી છે, તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘આઘાડી યાની ભ્રષ્ટાચાર કે સબ સે બડે ખિલાડી’ (અઘાડી એટલે ભ્રષ્ટાચારના સૌથી મોટા ખેલાડીઓ).

દેશમાં એક જ બંધારણ હોય તે સુનિશ્ર્ચિત કરવામાં સાત દાયકા લાગ્યા: વડા પ્રધાન

‘શું તમે કોંગ્રેસ અને તેના સહયોગીઓને કાશ્મીરમાં કલમ 370 પાછી લાવવાની મંજૂરી આપશો?’ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને હિંસા અને અલગતાવાદથી રાજકીય રીતે ફાયદો થઈ રહ્યો છે. થોડા અઠવાડિયા પહેલા જ જમ્મુ અને કાશ્મીરમાં શું થયું તે આપણે જોયું છે, એમ તેમણે કહ્યું હતું.

આ પ્રદેશ દાયકાઓથી અલગતાવાદ અને આતંકવાદને કારણે સળગી રહ્યો છે. જે જોગવાઈ હેઠળ આ બધું થયું તે કલમ 370 હતી. અને આ કલમ 370 કોંગ્રેસનો વારસો હતો. અમે તેને નાબૂદ કર્યું અને કાશ્મીરને ભારત અને તેના બંધારણ સાથે સંપૂર્ણ રીતે એકીકૃત કરી દીધું, એમ મોદીએ કહ્યું હતું.

‘અહીંની વિશાળ ભીડ દર્શાવે છે કે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ જંગી બહુમતી સાથે મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખશે,’ એમ વડા પ્રધાને કહ્યું હતું.


આ પણ વાંચો : એમવીએનું મહારાષ્ટ્રનામા…


ભાજપનો સંકલ્પ પત્ર ચૂંટણી ઢંઢેરો મહારાષ્ટ્રના વિકાસની ગેરંટી હશે, એમ પણ મોદીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button