આમચી મુંબઈમહારાષ્ટ્ર

શનિવારે મહારાષ્ટ્રમાં PM: 9.5 કરોડ ખેડૂતોને આ રીતે આપશે નાણાંકીય લાભ…

મહારાષ્ટ્રના વાશિમમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો 18મો હપ્તો આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર કરશે. આ મહત્ત્વપૂર્ણ આયોજનથી દેશભરનાં 9.4 કરોડથી વધારે ખેડૂતોને પ્રત્યક્ષ નાણાકીય લાભ મળશે, જે કોઈ વચેટિયાઓની સંડોવણી વિના પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) મારફતે રૂ. 20,000 કરોડથી વધારે છે.

આ પ્રસંગે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણન, ભારત સરકારનાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રીઓ શ્રી અજિત પવાર અને શ્રી દેવેન્દ્ર ફડણવીસ તથા જમીન અને જળ સંરક્ષણ મંત્રી સંજય રાઠોડ કે જેઓ વાશિમ અને યવતમાલ જિલ્લાઓના સંરક્ષક મંત્રી પણ છે. આ કાર્યક્રમમાં આશરે 2.5 કરોડ ખેડૂતો જોડાશે, જેમાં વેબકાસ્ટ મારફતે દેશભરમાં 732 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે), 1 લાખથી વધુ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ અને 5 લાખ સામાન્ય સેવા કેન્દ્રો સામેલ છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ દિવસને પીએમ-કિસાન ઉત્સવ દિવસ તરીકે ઉજવતા વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

24 ફેબ્રુઆરી, 2019નાં રોજ શરૂ થયેલી પીએમ-કિસાન યોજના જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી 5 ઓક્ટોબરનાં રોજ પીએમ-કિસાનનો 18મો હપ્તો બહાર પાડશે. 18મા હપ્તાની રજૂઆત સાથે, આ યોજના હેઠળ કુલ વિતરણ 3.45 લાખ કરોડ રૂપિયાથી વધુને વટાવી જશે, જેનાથી દેશભરમાં 11 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળશે અને ગ્રામીણ વિકાસ અને કૃષિ સમૃદ્ધિ માટે સરકારની પ્રતિબદ્ધતાને વધુ પુષ્ટિ આપશે.

મહારાષ્ટ્રમાં આ યોજનાના 17 હપ્તામાં લગભગ 1.20 કરોડ ખેડૂતોને લગભગ 32,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જે ભારતના તમામ રાજ્યોમાં બીજા ક્રમે છે. 18માં હપ્તામાં લગભગ 91.51 લાખ ખેડૂતોને 1,900 કરોડ રૂપિયાથી વધુનો લાભ મળશે.

પીએમ-કિસાન હપ્તા વિતરણની સાથે-સાથે પ્રધાનમંત્રી નમો શેતકારી મહાસન્માન નિધિ યોજનાના પાંચમાં હપ્તા હેઠળ મહારાષ્ટ્રના ખેડૂતોને આશરે 2,000 કરોડ રૂપિયાનો વધારાનો લાભ પણ આપશે, જેથી તેમના પ્રયાસોને વધુ ટેકો મળી શકે.

વધુમાં, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટેના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, આ કાર્યક્રમમાં નવી સરકારના પ્રથમ 100 દિવસોમાં એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ) હેઠળ પૂર્ણ થયેલી કેટલીક યોજનાઓને સમર્પિત કરવામાં આવશે. એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ) 2020માં શરૂ કરવામાં આવી હતું, જે એક મધ્યમથી લાંબા ગાળાની ડેટ ફાઇનાન્સિંગ સુવિધા છે, જેનો ઉદ્દેશ લણણી પછીની વ્યવસ્થાપન માળખાગત સુવિધાઓ અને સામુદાયિક ખેતીની સંપત્તિમાં વધારો કરવાનો છે. આ યોજના હેઠળ 3 ટકા વ્યાજ સહાય અને ક્રેડિટ ગેરંટી સુવિધા સાથે પાત્ર ઋણધારકોને એક લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવે છે.

છેલ્લા 100 દિવસમાં દેશભરમાં 10,066થી વધુ એગ્રિ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 6,542 કરોડ રૂપિયાની મંજૂરીનો સમાવેશ થાય છે (જેમાં 97.67 કરોડ રૂપિયાની મંજૂર રકમ સાથે એફપીઓ માટેના 101 પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે). આ ઉપરાંત 1,929 કરોડ રૂપિયાની કુલ મંજૂરી સાથે 7,516 પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે, જેમાં 13.82 કરોડ રૂપિયાની કિંમતના 35 એફપીઓ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ કૃષિ માળખાને મજબૂત કરે છે, સ્ટોરેજમાં સુધારો કરે છે, પ્રોસેસિંગ અને લોજિસ્ટિક્સ સુવિધાઓમાં સુધારો કરે છે અને એફપીઓને કામગીરીને સ્કેલ કરવા સક્ષમ બનાવે છે, જેનાથી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને નોંધપાત્ર લાભ થાય છે.

પ્રધાનમંત્રી કુસુમ-સી (એમએસકેવીવાય 2.0) યોજના હેઠળ આશરે 3,000 મેગાવોટ માટે એવોર્ડપત્રોના ઇ-વિતરણનું અને ગ્રામ પંચાયતોને સામાજિક વિકાસ ગ્રાન્ટના ઇ-વિતરણનું નેતૃત્વ પણ કરશે. એમએસકેવીવાય 2.0 અંતર્ગત કુલ 19 મેગાવોટની ક્ષમતા ધરાવતા પાંચ સોલાર પાર્ક રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે, જે સ્થાયી વીજ સમાધાનોમાં પ્રદાન કરશે અને ખેડૂતોને દિવસના સમયે વીજળી પ્રદાન કરશે તથા જમીન ભાડાપટ્ટા મારફતે વધારાની આવકનો સ્ત્રોત પ્રદાન કરશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત