પીએમ મોદીએ મુંબઈમાં ₹ ૨૯૪૦૦ કરોડના પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું

મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈમાં કુલ ૨૯૪૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટસનાં ભૂમિપૂજન તથા લોકાર્પણ કર્યાં હતાં.
આ મહત્વના પ્રોજેક્ટમાં ગોરેગાંવ-મુલુંડ લિંક રોડની ટનલનાં કામની શરુઆત, બોરિવલી-થાણે ટનલનાં ભૂમિપૂજન, સીએસટી તથા એલટીટી સ્ટેશનોએ નવાં પ્લેટફોર્મનાં લોકાર્પણ અને કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અન નવી મુંબઈ મલ્ટી કાર્ગો ટર્મિનલનાં ખાતમુહુર્ત, કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ તથા નવી મુંબઈ મલ્ટીકાર્ગો ટર્મિનલનું પણ ભૂમિપૂજન, સીએસટી અને એલટીટીનાં નવાં પ્લેટફોર્મ્સનું લોકાર્પણનો સમાવેશ થયો હતો.
વડાપ્રધાને બીકેસી ખાતે ઈન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીનાં નવા આઈએનએસ ટાવરને પણ ખુલ્લુ મૂકયું હતું.
આ ઉપરાંત એમણે ૫૬૦૦ કરોડનું ભંડોળ ધરાવતી મુખ્યમંત્રી યુવા કાય પ્રશિક્ષણ યોજના પણ લોન્ચ કરી હતી. આ યોજના દ્વારા ૧૮થી ૩૦ વર્ષના યુવકોને પ્રોફેશનલ તાલીમ આપવામાં આવશે.
મોદીનો લોકાર્પણનો મુખ્ય કાર્યક્રમ ગોરેગાંવના નેસ્કો સેન્ટર ખાતે સાંજે સાડા પાંચ વાગ્યે યોજાયો હતો.
વડાપ્રધાન ૧૬૬૦૦કરોડના ખર્ચે બની રહેલી બોરીવલી તથા થાણે વચ્ચેની ટનલના પ્રોજકટનો શીલાન્યાસ કર્યો હતો. આ ટનલ સંજય ગાંધી નેશનલ પાર્કની નીચે બનવાની છે. તેના દ્વારા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી સીધા થાણે આવવાનું સુલભ બની જશે.
આ પણ વાંચો : ‘સંવિધાન હત્યા દિવસ’ અંગે મહાવિકાસ આઘાડીનો પ્રહાર
૧૧.૮ કિમીની આ ટનલ બન્યા પછી બોરીવલીથી થાણે આવતાં જતાં હાલ દોઢ ક્લાક લાગે છે તેને બદલે માત્ર ૨૦ મિનિટમાં પહોંચી જવાશે.
ગોરેગાંવ મુલુંડ લીંક રોડ માટે ૬૩૦૦, કરોડના ખર્ચે બનનારી ટનલનો કાર્યારંભ થઈ રહ્યોછે. ૬.૬૫ કિમીના આ રોડ દ્વારા પશ્ચિમનાં પરાં ગોરેગાંવ અને સેન્ટ્રલનાં પરાં મુલુંડ વચ્ચે સીધી કનેક્ટિવીટી શક્ય બનશે. આ રસ્તા દ્વારા પશ્ચિમનાં પરાઓથી મુલુંડ થઈને સૂચિત નવી મુંબઈ એરપોર્ટ પહોંચવાનું પણ સુલભ બનશે. કલ્યાણ સ્ટેશને યાર્ડ રિમોડેલીંગના કારણે
હાલ લાંબા અંતરની ટ્રેનો તથા લોકલ ટ્રેનો ભેગી થઈ જવાથી થતી ટાઇમિંગની સમસ્યાઓ નિવારી શકાશે.
એમણે નવી મુંબઈમાં તુર્ભે ખાતે ૩૨૬૦૦ ચોરસ મીટર જગ્યામાં સેન્ટ્રલ રેલવેના કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અને ગતિ શક્તિ મલ્ટિ-મોડલ કાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો.
કુર્લા ખાતે લાંબાં અંતરની ટ્રેનો માટેના એલટીટી ટર્મિનસ ખાતે નવાં પ્લેટફોર્મ તૈયાર કરાયાંછે. આ ઉપરાંત સીએસએમટી ખાતે નવાં પ્લેટફોર્મ નંબર ૧૦ અને ૧૧ બનાવાયાં છે. આ તમામ પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સીએસએમટી ખાતે નવાં તૈયાર થયેલાં પ્લેટફોર્મ ૫૨ ૨૪ કોચની ક્ષમતા ધરાવતી ટ્રેનો પણ ઊભી રહી શકશે.