નરેન્દ્ર મોદીના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી

મુંબઈ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી બુધવાર, 17 સપ્ટેમ્બરે બપોરે 3.00 વાગ્યે સી.પી. ટેન્ક રોડ, 3જી પાંજરાપોળ ખાતે આવેલી એ કે મુનશી સ્કૂલ, દિવ્યાંગ બાળકો માટેની શાળાના વિદ્યાર્થીઓ સાથે કેક કાપીને અને તેમને ભેટ આપીને ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : PM Narendra Modi 75th Birthday: પીએમ મોદીજીના વિશે કેટલું જાણો છો? અહીં જાણી લો એક ક્લિક પર…
આ પ્રસંગે અતુલ શાહે પોતાના ભાષણમાં સૌ પ્રથમ આ શાળાના પ્રમુખ ભારતીબેન ગાંજાવાલા, આચાર્ય અજિત ચાંગન અને આ શાળાના શિક્ષણ સ્ટાફનો આભાર માન્યો અને એ પણ ઉલ્લેખ કર્યો હતો કે મોદીજીએ બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને માટે દિવ્યાંગ જેવો સુંદર શબ્દ આપ્યો હતો. ઉપરાંત, દક્ષિણ મુંબઈના પ્રમુખ શલાકા સાળવીએ આ પ્રસંગે એ કે મુનશી સ્કૂલના દિવ્યાંગ બાળકોની પ્રશંસા કરી અને ત્યારબાદ, મોદીજીના જન્મદિવસની કેક કાપવામાં આવી.