લગ્ન પ્રસંગો, સામાજિક કાર્યક્રમોમાં ગીતો વગાડવાનું ભારે પડશે
હવે ગીતો વગાડતા પૂર્વે માલિકી હક્ક ધરાવતી કંપનીની પરવાનગી જરૂરી
મુંબઈ: લગ્ન પ્રસંગોમાં, સોસાયટીના કાર્યક્રમોમાં કે પછી ડી.જે પાર્ટીમાં આપણને મનગમતા ગીતો વગાડવાની ફરમાઇશ આપણે `ડી.જે વાલે બાબુ’ પાસે કરતા જ હોઇએ છીએ. જોકે હવે કોઇપણ પ્રસંગમાં જે તે ગીત વગાડનારાઓ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ સાંભળી તમને આંચકો જરૂર લાગ્યો હશે અને વર્ષોથી આપણે આપણી વિવિધ ઉજવણીમાં મનગમતા અને ખાસ કરીને નવા ગીતો વગાડતા હોઇએ છીએ. જોકે હવે પાર્ટી, અન્ય કાર્યક્રમો, રેસ્ટોરાં, ફાઇવ સ્ટાર હૉટેલ કે પછી પબમાં ગીતો વગાડતા પૂર્વે એ ગીત જે તે કંપનીની માલિકીનું હોય અને તેના માલિકી હક્ક ધરાવતી હોય તેની પાસેથી પરવાનગી લેવી જરૂરી રહેશે.
પરવાનગી લીધા વિના ગીતોના ઉપયોગ કરનારા પર કાયદાકીય કાર્યવાહી કરવાની છૂટ બૉમ્બે હાઇ કોર્ટે આપ્યો છે. બે કંપનીએ દાખલ કરેલી અરજીની સુનાવણી કરતા હાઇ કોર્ટે ઉક્ત નિર્ણય લીધો હતો. ફોનોગ્રાફિક પર્ફોર્મન્સ અને નૉવેક્સ આ બે કંપનીએ સોથી પણ વધારે ફાઇવ સ્ટાર હૉટેલ્સ, પબ તે જ રેસ્ટોરાં વિરુદ્ધ આ અરજી કરી હતી. જોકે આ અરજી વિરુદ્ધ પ્રતિવાદીઓએ એવી દલીલ કરી હતી કે આ બંને કંપની પાસે ગીતોના કોપીરાઇટ ન હોવાથી તેમની પરવાનગી લીધા વિના ગીતો વગાડવા બદલ તેમના પર કાર્યવાહી કરી શકાય નહીં.
ગીતો વગાડ્યા, તો કંપનીઓ વસૂલશે દંડ
હાઇ કોર્ટના આદેશ બાદ આ કંપનીઓને દંડ વસૂલવાની સત્તા મળી છે. જો કોઇ લગ્નમાં કે પછી સાર્વજનિક પ્રસંગમાં કંપની પાસે રજિસ્ટર્ડ ગીતો વગાડવામાં આવે તો કંપની તેમની પાસેથી દંડ વસૂલી શકશે અથવા તો તે પોલીસને બોલાવીને ગીત વગાડવાનું બંધ કરવાની માગણી કરી શકે છે. ઉ