મોનોરેલને બુસ્ટ કરવાની યોજના: ટિકિટ પર છપાશે જાહેરાત
મુંબઈ: એમએમઆરડીએએ મોનોરોલને પુનર્જીવિત કરવાનો પ્રયાસ ચાલુ જ રાખ્યો છે. મોનોરેલ હાલમાં પ્રતિ મહિને અંદાજે પચીસ કરોડ રૂપિયાની ખોટમાં ચાલી રહી છે. આને ધ્યાનમાં રાખીને હવે એમએમઆરડીએએ મોનોની ટિકિટના પાછળના ભાગમાં જાહેરાત છાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યાં છે. ટેન્ડર અનુસાર આ કાર્ય એ જ કંપનીને સોંપવામાં આવશે જે ક્રિયેટિવ ક્ધસેપ્ટ લઇને આવશે. આ ટેન્ડર ૨૭મી ડિસેમ્બર, ૨૦૨૩ સુધી ભરી શકાશે. કોન્ટ્રેક્ટરને લેટર ઓફ એવોર્ડ (એલઓએ) મળવાના ૧૫ દિવસની અંદર ઓથોરિટીને ૧૦૦ ટકા એડવાન્સ ભાડું આપવું પડશે. આ કોન્ટ્રેક્ટ ૧ વર્ષ માટેનો હશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં અઠવાડિયાના દિવસોમાં મોનોરેલની ૧૪૨ ફેરી ચલાવવામાં આવે છે, જ્યારે વીકએન્ડમાં ૯૮ ફેરી ચલાવવામાં આવે છે. મોનોરેલની ફ્રિકવન્સીમાં ૧૫ મિનિટનો અંતર હોય છે. આ સાથે જ ૨૦ હજાર પ્રવાસીઓ દરરોજ મોનોરેલમાં પ્રવાસ કરતા હોય છે.
૧૦ મોનો ટ્રેનનો સમાવેશ કરવા પર મૌન
એમએમઆરડીએએ મોનોને બુસ્ટ કરવા માટે ૧૦ વધુ મોનો ટ્રેનને સમાવવાનો નિશ્ર્ચય કર્યો હતો. જે મોનોની રેવન્યુને વધારશે અને મોનોની ફ્રિકવન્સીને ૧૫ મિનિટથી પાંચ મિનિટ પર લઇ આવશે તેમ જ આનાથી પ્રવાસીઓમાં પણ વધારો થઇ શકે એમ છે. પણ વિશ્ર્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર એમએમઆરડીએએ મોનોની હાલની સ્થિતિને જોતાં ૧૦ મોનોને સમાવવાનો પ્લાન કેન્સલ કરી શકે છે. કારણ કે આ પ્લાનને હજી સુધી હોલ્ડ પર રાખવામાં આવ્યો છે. ઉ