આમચી મુંબઈ

એરપોર્ટ પર વિમાન તૂટી પડયું: આઠ ઘાયલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર એક પ્રાઈવેટ વિમાનને અકસ્માત નડ્યો હતો. ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ છે અને આ દુર્ઘટનાને કારણે એરપોર્ટ પર લેર્િંન્ડગ અને ટેક ઓફ રોકી દેવામાં આવ્યા છે. દુર્ઘટના કયા કારણોસર થઈ છે એ અંગે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં આઠ જણ ઘાયલ થયા હતા. બે પાઇલટ સિવાય છ પ્રવાસી ઘાયલ થયા છે. પ્રવાસીની ઓળખ ધ્રુવ કોટક, લાર્સ સોરેનસેન, કે. કે. ક્રિસ્નાદાસ, આકર્ષ શેથી, અરુલ સાલી, કામાક્ષીબહેન
તરીકે કરવામાં આવી છે,.
સાંતાક્રુઝ ડોમેસ્ટિક એરપોર્ટના પાંચ નંબર ગેટ નજીક સાંજના ૫.૪૫ વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની જાણ થયા પછી એરપોર્ટ પ્રશાસન અને ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિમાનમાં છ પ્રવાસી અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. વરસાદને કારણે વિઝિબિલિટી ૭૦૦ મીટર હતી, એમ એરપોર્ટ પ્રશાસને જણાવ્યું હતું.
વિશાખાપટ્ટનમથી મુંબઈ પહોંચનાર વિમાન વીએસઆર વેન્ચર્સ લિયરજેટ ૪૫ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રન-વે ૨૭ પર લેર્િંન્ડગ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. મળી રહેલી માહિતી પ્રમાણે વિમાન – દુર્ઘટનાગ્રસ્ત થતાં મુંબઈ એરપોર્ટ એર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવ્યા પછી ૬.૪૫ વાગ્યાના સુમારે એરપોર્ટનો ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.રન-વે ક્લિયર કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે વિમાન રનવેથી આગળ કાચા રસ્તા પર ઉતરી ગયું હતું અને એને કારણે મુંબઈ એરપોર્ટના રનવે પર અસર જોવા મળી છે. વિમાનમાં સવાર તમામ લોકોને મેડિકલ હેલ્પ માટે હૉસ્પિટલ રવાના કરી દેવામાં આવ્યા છે. આ લિયરજેટ સિરીઝનો વિમાન હતું, જે વરસાદને કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. હાલમાં એરપોર્ટ ઓથોરિટી ઘટનાસ્થળે હાજર છે અને આ દુર્ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button