આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈના રસ્તા પર હવે ‘પિંક આર્મી ’૯,૬૦૦થી વધુ મહિલા કર્મચારીઓ શહેરની સફાઈ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેર તેમ જ ઉપનગરને સ્વચ્છ રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકાની ‘પિંક આર્મી ’ હવે રસ્તા પર ઊતરી છે. પાલિકાના ઘનકચરા વિભાગની પિંક આર્મીમાં ૯,૬૦૦ કરતા વધુ મહિલા સ્વચ્છતા કર્મચારીઓ મુંબઈમાં બીજા સત્રમાં (સેકેન્ડ સ્વિપીંગ) વિશેષ સફાઈનું કામ કરી રહી છે, જે અંતર્ગત પાંચ મેથી ૨૮ મે,૨૦૨૫ દરમ્યાન ૧૫૦ ટન કાટમાળ સહિત ૫૪૦ ટનથી પણ વધુ અન્ય કચરો જમા કર્યો છે.

મુંબઈમાં સ્વચ્છતા માટે અનેક ઉપક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે, જે અંતર્ગત મુંબઈમાં હાલ મોટા પ્રમાણમાં ચાલી રહેલા બાંધકામને કારણે થઈ રહેલા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાંચ મે, ૨૦૨૫થી મુંબઈના મુખ્ય રસ્તાઓ પર બપોરની શિફ્ટમાં સફાઈ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે.

સેકેન્ડ શિફ્ટની સફાઈમાં મુખ્યત્વે મહત્ત્વના રસ્તાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એ સિવાય રેલવે સ્ટેશનો, મુખ્ય રોડ, ભીડભાડવાળા સ્થળો, મોટી ક્ધસ્ટ્રકશન સાઈટ જેવા પરિસરમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તે માટે અત્યાધુનિક મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આપણ વાંચો:  દેવનારના કચરાનો નિકાલ કરવો કૉન્ટ્રેક્ટર માટે પણ માથાનો દુખાવો પાલિકા બિડ લંબાવે એવી શકયતા…

‘પિંક આર્મી ’ની આ ઝુંબેશમાં ૭૦ ટકા કરતા વધુ એટલે કે કુલ ૧૩,૫૦૦ કર્મચારીમાંથી ૯,૬૦૦ મહિલા સ્વચ્છતા કર્મચારીઓ છે. ‘પિંક આર્મી ’એ પાંચથી ૨૮ મે,૨૦૨૫ના સમયગાળામાં ૧૫૦ ટન કાટમાળ સહિત ૫૪૦ ટન જેટલો અન્ય કચરો જમા કરીને તેનો નિકાલ કર્યો છે. તેથી મુંબઈના રસ્તા વધુ સ્વચ્છ થવાની સાથે જ વાયુ પ્રદૂષણમાં ઘટાડો જણાઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button