આમચી મુંબઈ

મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો સામે પીઆઈએલ: છ ફેબ્રુઆરીએ હાઈ કોર્ટમાં સુનાવણી થશે

મુંબઈ: નવેમ્બર ૨૦૨૩થી મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવાના મહારાષ્ટ્ર સરકારના પગલાને પડકારતી અરજી પર સુનાવણી માટે અરજદારે થોડા દિવસ રાહ જોવી પડશે એમ બોમ્બે હાઈ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું. ’ઓબીસી વેલ્ફેર ફાઉન્ડેશન’ના ચેરમેન મંગેશ સસાણેએ આ સપ્તાહની શરૂઆતમાં દાખલ કરેલી જાહેર હિતની અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગણી કર્યા પછી કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડોક્ટરની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે એકવાર નવી પિટિશન દાખલ કરવામાં આવે અને હાઇ કોર્ટની રજિસ્ટ્રી સમક્ષ નંબર આપવામાં આવે, તે સામાન્ય રીતે નવી ઑટો-લિસ્ટિંગ સિસ્ટમ મુજબ ચાર દિવસમાં સુનાવણી માટે લેવામાં આવે છે. હાઈ કોર્ટની વેબસાઈટ મુજબ, અરજીની સુનાવણી છ ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.

પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર, મરાઠા સમુદાયના સભ્યોને કુણબી જાતિ પ્રમાણપત્રો આપીને, અન્ય પછાત વર્ગો (ઓબીસી) ના આરક્ષણને “ખાઈ રહી છે. ગુરુવારે, સસાણેના એડવોકેટ આશિષ મિશ્રાએ બેન્ચ સમક્ષ અરજીનો ઉલ્લેખ કર્યો અને તાત્કાલિક સુનાવણીની માગ કરી. પીઆઈએલમાં માગ કરવામાં આવી હતી કે અદાલત તાજેતરના ડ્રાફ્ટ નોટિફિકેશન સહિત તમામ જીઆર રદ કરે અને વચગાળાના આદેશ દ્વારા મરાઠા સમુદાયને કુણબી જાતિ હેઠળ પ્રમાણપત્રો આપવા પર રોક લગાવે.

મિશ્રાએ દાવો કર્યો હતો કે મરાઠા સમુદાયના સભ્યો શ્રીમંત છે અને હકીકતમાં મોટાભાગના પ્રધાનો અને મુખ્ય પ્રધાનો આ સમુદાયના છે.

તેઓ સામાજિક અને આર્થિક રીતે અને રાજકીય રીતે સક્રિય છે અને તેથી તેમને તેમની સ્થિતિ કે પદનો દુરુપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો કે, કુણબી સમુદાય એ સામાજિક રીતે પછાત સમુદાય છે જેની સાથે સમાજમાં દમનકારી વર્તન કરવામાં આવે છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્થાનિક મરાઠા નેતાઓ ડ્રાફ્ટ નોટિફિકેશનનો લાભ લઈ રહ્યા છે અને મરાઠા સમુદાયના વ્યક્તિઓના દૂરના સંબંધીઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ અધિકારીને પ્રભાવિત કરી રહ્યા છે. ઓબીસી કેટેગરીના લોકો માટે ઉપલબ્ધ તકો હવે મરાઠા સમુદાય માટે સંપૂર્ણ લાભમાં ફેરવાઈ ગઈ છે.

૨૦ જાન્યુઆરીના રોજ, મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે જાલનામાં અંતરવાલી સરાતીથી મુંબઈ સુધી કૂચ શરૂ કરી હતી. સરકારે જાહેરનામું બહાર પાડ્યા પછી તરત જ કાર્યકર્તાએ મુંબઈ તરફની કૂચ પાછી ખેંચી લીધી હતી. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?