આમચી મુંબઈ
ફિનિક્સ મોલમાં આગ: 25-30 બાઈકને નુકસાન
મુંબઈ: લોઅર પરેલમાં આવેલા ફિનિક્સ મોલમાં સોમવારે બપોરે 1.46 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. ફિનિક્સ મોલના પાર્કિંગ એરિયાના ત્રીજા માળે લાગેલી આગને લીધે ત્યાં ઊભેલી 25-30 જેટલી ટુ-વ્હીલરને નુકસાન થયું હતું.
ફિનિક્સ મોલમાં આગ લાગતા અહીં આવેલા લોકોએ હાયડ્રન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી આગ પર કાબૂ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતા અગ્નિશામક ઘટના સ્થળે પહોંચી આગને બે વાગ્યાની આસપાસ કાબૂમાં લાવ્યા હતા.
આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પણ મોલના પાર્કિંગમાં ઊભેલી 25-30 બાઈકને મોટું નુકસાન થયું હોવાની માહિતી અગ્નિશામક દળના એક અધિકારીએ આપી હતી. આ ઘટનાના અનેક વીડિયો અને તસવીરો વાઇરલ થઈ રહી છે જેમાં આગને લીધે નીકળતો ધુમાડો અને ઊભેલી બાઇકને આગ આગ પકડાતાં નુકસાન થયું હોવાનું દેખાઈ રહ્યું છે. આ આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.