પાળેલાં પ્રાણીઓની સન્માનપૂર્વક થશે અંતિમવિધિ
પાળેલાં પ્રાણીઓની સન્માનપૂર્વક થશે અંતિમવિધિ
મલાડમાં પ્રાણીઓ માટે સ્મશાનભૂમિ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શ્વાન, બિલાડી જેવા પાળેલા પ્રાણીઓ અને ભટકટતા પ્રાણીઓના મૃત્યુ બાદ તેમની સન્માનપૂર્વક અંતિમવિધી કરવા માટેની સુવિધા મુંબઈ મહાનગરપાલિકાએ ઉપલબ્ધ કરી આપી છે. નેચરલ ગૅસ (પીએનજી) આધારિત દહનની સુવિધા આપનારું મુંબઈ એ દેશનું પહેલું શહેર બની ગયું છે. આ સેવા વિનામૂલ્ય હશે.
પાલિકાના પશુવૈદ્યકીય આરોગ્ય ખાતા અને પી-ઉત્તર વોર્ડના સંયુક્ત પ્રયાસથી મલાડ(પશ્ચિમ)માં એવરશાઈન નગરમાં પાળેલા પ્રાણીઓના અંતિમસંસ્કાર માટે દહનની સુવિધા કરવામાં આવી છે. નેચરલ ગૅસ આધારિત દહન ટૅક્નોલૉજીની આ પદ્ધતિ શાસ્ત્રોક્ત અને પર્યાવરણપૂરક છે.
મલાડ (પશ્ચિમ)માં કોંડવાડા (એવરશાઈન નગર)માં કેટલ પૉંડ ઑફિસમાં 50 કિલો ક્ષમતાની પીએનજી પર આધારિત આ દહનની વ્યવસ્થા છે. નેચરલ ગૅસ (પીએનજી) આધારિત આ દહન થવાનું હોવાથી કોઈપણ પ્રકારનું પ્રદૂષણ થશે નહીં. પીએનજી આધારીત દેશનો આ પહેલો પ્રયોગ હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજોગ કબરેએ જણાવ્યું હતું. પાલિકાના કહેવા મુજબ અનેક વર્ષોથી પ્રાણીમિત્રો તરફથી મૃત પ્રાણીઓની શાસ્ત્રોક્ત દહન સુવિધા માટે માગણી કરવામાં આવી રહી હતી, જે આખરે પૂરી થઈ છે. આ દહન વ્યવસ્થા માટે ઈંધણના સ્વરૂપમાં ગૅસનો પુરવઠો મહાનગર ગૅસ લિમિટેડના માધ્યમથી કરવામાં આવશે. બહુ જલદી અહીં નાના પાળેલા પ્રાણીઓ માટે મૉર્ચ્યુરીની પણ સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવવાની છે.
આ સુવિધા મલાડમાં ઉપલબ્ધ છે, છતાં તેનો ઉપયોગ પશ્ચિમ ઉપનગર સહિત સમગ્ર મુંબઈના પ્રાણીપ્રેમીઓ તેમના પાળેલા પ્રાણીઓના અંતિમસંસ્કાર માટે કરી શકશે. દરરોજ સવારના 10થી સાંજના છ વાગ્યા સુધીના સમયમાં વિનામૂલ્ય આ સેવા મળશે. અહીં પાળેલા પ્રાણીઓના અંતિમસંસ્કાર માટે 88738-87364 નંબર પર સંપર્ક કરી શકાશે. પાળેલા પ્રાણી (શ્વાન) હોવાનું મુંબઈ મહાનગરનું શ્વાન લાઈસન્સ હોવું આવશ્યક રહેશે. પ્રાણીના અંતિમ સંસ્કાર કરવા માટે પાલિકા અથવા ખાનગી રજિસ્ટર્ડ વેટરનરી ડૉકટર પાસેથી ડેખ સર્ટિફિકેટ લેવાનું આવશ્યક રહેશે. નાગરિકોએ પોતાના ઓળખના પુરાવા પણ રજૂ કરવા પડશે. ઉ