આમચી મુંબઈ

અંગત ધાર્મિક લાગણી શાસન કરતા સર્વોપરી ન હોઈ શકે

ગણેશ વિસર્જન માટે તળાવની પરવાનગી અંગે બોમ્બે હાઈ કોર્ટનું વલણ

મુંબઈ: આગામી ગણેશોત્સવ દરમિયાન અંગત વપરાશ માટે તળાવ ઊભું કરવાની પરવાનગી નકારવાના મુંબઈ મહાનગરપાલિકાના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે અંગત ધાર્મિક લાગણી વિશાળ ફલક ધરાવતા નાગરિક શાસન કરતા સર્વોપરી ન હોઈ શકે. ઘાટકોપરમાં ગણેશ મૂર્તિના વિસર્જનના અંગત વપરાશ માટે તળાવ બાંધવાની મુંબઈ મહાનગરપાલિકા પાસે માગેલી પરવાનગી અંગે નિર્દેશ માગતી શ્રી દુર્ગા પરમેશ્વરી સેવા મંડળ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અને કમલ ખટ્ટાની ખંડપીઠે 8 સપ્ટેમ્બરે રદ કરી હતી.
મંડળે તેની અરજીમાં નગરસેવકના કહેવાથી પરવાનગી નકારવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. ખંડપીઠનું કહેવું હતું કે નગરસેવક કે પ્રધાન સામે આંગળી ચીંધવાથી કશું સિદ્ધ નથી થઈ જતું અને પગલાં ભરવા માટે કારણ નથી મળી જતું. અદાલતનું કહેવું હતું કે `અમારા અભિપ્રાય અનુસાર મુંબઈ મહાનગર પાલિકાનો નિર્ણય હિતકારી છે. આમ પણ આ બધી બાબતો નાગરી અને પાલિકા વ્યવસ્થા તંત્રને હસ્તક હોય અને અન્ય પક્ષોને આધીન ન હોવી જોઈએ.’ (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?