આમચી મુંબઈ

કાર્તીકી એકાદશીની પૂજા મનોજ જરાંગેના હાથે કરાવો: મરાઠા સમાજની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાર્તીકી એકાદશીના દિવસે પંઢરપુરના વિઠ્ઠલમંદિરમાં શાસકીય પૂજા નાયબ મુખ્ય પ્રધાનને બદલે મનોજ જરાંગેના હસ્તે સપત્ની કરાવવી એવી માગણી મરાઠા ક્રાંતી મોરચા દ્વારા કરવામાં આવી છે.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પંઢરપુરની શાસકીય પૂજામાં હાજરી આપશે એવું કહેવાઈ રહ્યું છે ત્યારે મરાઠા ક્રાંતી મોરચાના રાજ્ય સમન્વયક રામભાઉ ગાયકવાડે કહ્યું હતું કે પુજા મનોજ જરાંગે પાટીલના હસ્તે કરાવવી. નિયમ મુજબ દરવર્ષે કાર્તીકી એકાદશીના રોજ શાસકીય મહાપુજા નાયબ મુખ્ય પ્રધાનને હસ્તે કરવામાં આવે છે અને અષાઢી એકાદશીની પુજા મુખ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવે છે. આ વખતે બે નાયબ મુખ્ય પ્રધાન હોવાથી કોને આમંત્રણ આપવું એવો યક્ષપ્રશ્ર્ન મંદિર સમિતિ સમક્ષ ઉપસ્થિત થયો હતો. ત્યારે બીજી તરફ સકલ મરાઠા સમાજે નાયબ મુખ્ય પ્રધાનને મહાપુજા માટે બોલાવવાનો વિરોધ કર્યો છે.
કાર્તીકી એકાદશીના દિવસે વિઠ્ઠલ મહાપુજા કોને હસ્તે કરાવવી તે માટે મંદિર સમિતિએ વિધિ અને ન્યાય વિભાગ પાસેથી અભિપ્રાય મગાવ્યો હતો. તેનો જવાબ હજી સુધી આવ્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker