આમચી મુંબઈ

રાષ્ટ્રીયકૃત બેન્કમાં નોકરીને બહાને 27 લોકો સાથે રૂ. 2.24 કરોડની ઠગાઇ

થાણે: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી અપાવવાને બહાને 37 લોકો સાથે રૂ. 2.24 કરોડની છેતરપિંડી આચરવામાં આવતાં નવી મુંબઈ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

ઐરોલીના રહેવાસી સદાનંદ ભોસલે (41)એ લોકોને આરબીઆઇમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું. ભોસલેએ સપ્ટેમ્બર, 2020થી સપ્ટેમ્બર, 2021 દરમિયાન તેમની પાસેથી રૂ. 2.24 કરોડ લીધા હતા.

જોકે રૂપિયા આપવા છતાં લોકોને ન તો નોકરી મળી હતી, ન તો તેમના પૈસા પાછા મળ્યા હતા. આથી તેમણે ખારઘર પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ ફરિયાદને આધારે ભોસલે વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન આ કેસની તપાસ નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ને સોંપવામાં આવી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button