આમચી મુંબઈ

18 લોકોને કરડનાર રખડતા શ્વાનનું મોત, બીએમસીએ આપી માહિતી

મુંબઈ: રસ્તા પર રખડતા કુતરા લોકોને કરડવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. રખડતા કુતરામાં રેબીસ (હડકવાનો રોગ)ને રોકવા માટે મુંબઈ પાલિકા (બીએમસી) દ્વારા તેમનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. મુંબઈના આઇઆઇટી_બોમ્બે (IIT-Bombay) કેમ્પસની આસપાસ 14 રહવાસીઓ, 12 વિદ્યાર્થીઓ અને બે કામદારોને કરડનાર એક શ્વાનનું મોત થયું હોની માહિતી પાલિકા અધિકારીએ આપી હતી.

આઇઆઇટી-બોમ્બે કેમ્પસમાં રખડી રહેલા એક શ્વાને 18 લોકોને કરડવાની ફરિયાદ બીએમસીમાં કરવામાં આવી હતી. ત્યારબાદ બીએમસીના અધિકારીઓએ આ મામલે કાર્યવાહી કરી શ્વાનની ધરપકડ કરી હતી, પણ બીએમસી દ્વારા તેને કસ્ટડીમાં રાખતા તેનું મૃત્યુ થયું હતું. આ શ્વાનના મોત બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે આ શ્વાને લીધે આઇઆઇટી-બોમ્બેના કેમ્પસમાં ભય પસરાયો હતો.

આ પણ વાંચો…
મુંબઈમાં મિયાવાકી ફોરેસ્ટની દયનીય સ્થિતિ, આરટીઆઈમાં થયો ચોંકાવનારો ખુલાસો


આ શ્વાને 18 લોકોને કરડવાની માહિતી મળતા તેને તરત જ પકડી લેવામાં આવ્યો હતો, પણ તેને રેબીસ હોવાથી તેનું મૃત્યુ થયું હતું. 16 માર્ચે આઇઆઇટી-બોમ્બે દ્વારા આ શ્વાનની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ શ્વાન તેની નજીક આવતા દરેક લોકો પર હુમલો કરી તેમને નખ મારી કરડતો હતો, એવી ફરિયાદ કરવામાં આવી હતી.

આ વાતની ગંભીરતાને લઈને બીએમસીને શ્વાનને પકડી લીધો હતો અને જેને પણ આ શ્વાને બચકું ભર્યું હતું તેમને ઇમ્યુનોગ્લોબ્યુલિનનું ઈન્જેક્શન લેવાનું કહ્યું હતું. આ શ્વાન કોઈ બીજા વિસ્તારમાંથી કેમ્પસમાં આવ્યો હશે જેથી આસપાસના વિસ્તારમાં બીજા કોઈ શ્વાનમાં રેબીસના લક્ષણો નથી ને એ બાબતની પણ બીએમસી શોધ કરી તેમને પણ વેક્સિન આપવાની શરૂઆત કરી છે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker