હે! જુહુના દરિયા કિનારે સોનું મળે છે, લોકો ગરણી લઈને દોડી આવે છે

મુંબઈઃ મુંબઈની ઓળખ તેનો દરિયા કિનારો છે અને તેમાં પર્યટકોનેં મરિન ડ્રાઈવ પછી જૂહુ ચોપાટી ગમતી હોય છે. બહારગામથી આવતા અને અહીં રહેતા તમામ માટે જૂહુ આજે પણ ફરવાનું ગમતીલું સ્થળ છે. પણ હાલમાં જુહુ ચોપાટી પર જે ભીડ જોવા મળે છે તે ફરવા આવવાવાળાની નથી, પરંતુ સોનું લેવાવાળાની લાઈન લાગી છે.
આ લોકો ઘરેથી વાસણ અને ગરણી અથવા ચારણી લઈને આવે છે, અહીં બની શકે તેટલા ઊંડા પાણીમાં જાય છે અને પછી સોનું શોધે છે. આ માટે તેઓ અંદર ખાડા પણ ખોદે છે. ગયા અઠવાડિયે એક યુવાન આ ખાડામાં ડૂબીને મૃત્યુ પામ્યો હોવાના અહેવાલો પણ છે.
કઈ રીતે ફેલાઈ આવી અફવા
આ રીતે વરસાદના સમયમાં અમુક પરિવારો આ રીતે દરિયામાં ખાડા કરી સોનું શોધવા આવે છે. એવું કહેવાય છે કે તલાસરી, ઉમ્બરગાંવ, સુરત અને અન્ય રાજ્યોથી આવેલા આ પરિવારોને ત્રણ તોલા સોનું મળ્યું છે. આ વાત ફેલાતા લોકો અહીં પરિવાર સહિત આવે છે.
છેલ્લા ત્રણ મહિનામાં આમ કરી રહેલા આ લોકોની સંખ્યા વધી છે. તેઓ સોનું અને ચાંદી શોધવા માટે દરિયામાંથી રેતી કાઢે છે. આ કારણે દરિયામાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે.
એવું પણ જાણવા મળ્યું છે કે આ મામલે જુહુ પોલીસ અને સંબંધિત એજન્સીઓને પત્રવ્યવહાર અને ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ કોઈએ ગંભીરતાથી નોંધ લીધી નથી. તેમણે ધ્યાન દોર્યું કે જો મ્યુનિસિપલ વહીવટીતંત્ર, પોલીસ અને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ નાગરિકોને દરિયામાં ખાડા ખોદતા નહીં રોકે, તો પ્રવાસીઓમાં લોકપ્રિય એવા મુંબઈના દરિયાકિનારા ખતરનાક બની જશે.
આપણ વાંચો: સંદેશા વ્યવહારના આટલા સાધનો હોવા છતા આજની રજાનો સંદેશ મુંબઈની સ્કૂલોની ન પહોંચાડી શકી બીએમસી