આમચી મુંબઈ

મ્હાડાની ૩૮૮ ઈમારતના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો

જર્જરિત ઈમારતોની જગ્યાએ બનશે ઊંચા ઊંચા ટાવર

મુંબઈ: મહારાષ્ટ્ર ગૃહનિર્માણ અને ક્ષેત્રવિકાસ પ્રાધિકરણ (મ્હાડા) દ્વારા દક્ષિણ મુંબઈમાં પુન:બાંધણી કરવામાં આવેલી, પણ ૩૦ વર્ષ પૂર્ણ ન થયેલા સેસ વગરની ૩૮૮ ઈમારતના પુન:વિકાસ માટે એટલે કે રિડેવલપમેન્ટ માટે ૩૩ (૨૪) આ નવી નિયમાવલી આવી હોવા છતાં એફઆઈઆર મુદ્દે અવરોધ નિર્માણ થતો હતો. હવે જોકે રિડેવલપમેન્ટ માટે ૩૩ (૭) નિયમાવલી અનુસાર લાભ આપવાનું સરકારે માન્ય કર્યું હોવાથી કેટલાક વર્ષોથી રખડી પડેલા રિડેવલપમેન્ટના કામ હવે આગળ વધી શકશે.

શુક્રવારે આ બાબતે સરકાર દ્વારા નિર્ણય જારી કરવામાં આવ્યો છે અને વાંધાવચકા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ આવ્યા પછી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણયને પગલે મ્હાડા દ્વારા વિકસિત કરવામાં આવેલી ઇમારતનું રિડેવલપમેન્ટ શક્ય બની એ જગ્યાએ ઊંચા ઊંચા ટાવર ઊભા થશે. શહેરમાં જૂની અને જર્જરિત થયેલી ૧૪ હજારથી વધુ ઈમારત છે અને એમાંથી જૂની જર્જરિત અવસ્થામાં રહેલી અનેક ઈમારતનું મ્હાડાએ પુન: બાંધકામ કર્યું છે. જોકે, કાલાંતરે બાકીની ઈમારતમાંથી કેટલીકનું રિડેવલપમેન્ટ વિકાસ નિયંત્રણ નિયમાવલી ૩૩ (૭) અંતર્ગત કરવામાં આવ્યું હતું. જોકે, એમાં એફઆઈઆર જેવી કેટલીક સમસ્યાઓ આવતી હતી. હવે નિયમાવલીમાં સુધારો કરવામાં આવ્યો હોવાથી રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button