આમચી મુંબઈ

સાકીનાકામાં પેવરબ્લૉક ફટકારી યુવકની હત્યા: ત્રણની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાકીનાકામાં નજીવા મુદ્દે થયેલા વિવાદમાં પેવરબ્લૉક ફટકારી યુવકની કથિત હત્યા કરવામાં આવતાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા.
સાકીનાકા પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અનસ ઈકરાર અહમદ શેખ (21), ગુલ્ફરાજ બિસમિલ્લા ખાન (25) અને અફઝલ સગીર અહમદ સૈયદ (24) તરીકે થઈ હતી. સાકીનાકાના ખૈરાની રોડ સ્થિત ચાલમાં રહેતા ત્રણેય આરોપી પોલીસ કસ્ટડીમાં હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસ ફરિયાદ અનુસાર સાકીનાકાના યાદવ નગર ખાતે રહેતો અને કપડા પર જરીકામ કરતો સુહેબ ઉર્ફે શોએબ સુહેબુદ્દીન ઈમામુદ્દીન અન્સારી (22) રવિવારની બપોરે જમવાનું પાર્સલ લેવા ગયો હતો. પાર્સલ લઈને પાછા ફરી રહેલા અન્સારીની બાઈકસવાર આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી.
ત્રણેય આરોપીએ અન્સારી સાથે ઝઘડો કરી તેની મારપીટ કરી હતી. બાદમાં પેવરબ્લૉક ફટકારી આરોપી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડેલા અન્સારીને રાહદારીઓ નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતાં સાકીનાકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ આપેલી માહિતીને આધારે પોલીસે શકમંદોની શોધ હાથ ધરી હતી. આરોપી ગોવંડીના શિવાજી નગર સ્થિત ખાન કમ્પાઉન્ડમાં સંતાયા હોવાની માહિતી પોલીસને મળતાં ત્રણેયને તાબામાં લેવાયા હતા. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button