પટોલેએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનની મુખ્ય ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી
મુંબઈ: કોંગ્રેસના નેતા નાના પટોલેએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) ના પ્રમુખ માટે 23 જુલાઈએ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે એમ તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું. મંગળવારે સાંજે 5 વાગ્યે સમયમર્યાદા સમાપ્ત થયા પછી તેમનું નામાંકન સબમિટ કરવામાં આવ્યું હતું, અને તે સ્વીકારવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી. અગાઉ, શહેરમાં મઝગાંવ ક્રિકેટ ક્લબે રાજ્ય કોંગ્રેસના વડા એવા પટોલેની એમસીએમાં તેના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી હતી, જેણે એવી અટકળોને વેગ આપ્યો હતો કે તેઓ ચૂંટણી લડી શકે છે.
| Also Read: વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટર્સનો ‘ઓપન બસ રોડ શો’ આવતી કાલે કેટલા વાગ્યે શરૂ થશે જાણી લો…
ગયા મહિને વર્તમાન પ્રમુખ અમોલ કાલેના અવસાન બાદ એમસીએ પ્રમુખનું પદ ખાલી થયું હતું. ભૂતકાળમાં પૃથ્વીરાજ ચવ્હાણ અને સ્વ. વિલાસરાવ દેશમુખ અને ગોપીનાથ મુંડે સહિત મહારાષ્ટ્રના વરિષ્ઠ રાજકારણીઓ એમસીએમાં ક્લબનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. (PTI)