આમચી મુંબઈ

શિંદે-ફડણવીસ-પવાર વચ્ચે પેચ શિંદે જૂથની શિવસેનાને ૨૨ બેઠક ફાળવવાની માગણી

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેના મહારાષ્ટ્રમાં ૨૪ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે એ વાતને લઈને મક્કમ છે, તેનાથી ફડણવીસની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને શિંદે-અજિત પવારના ગઠબંધનના પક્ષોમાં બેઠકની વહેંચણીને લઈને મુશ્કેલી સર્જાઈ છે. સોમવારે શિંદે જૂથના નેતા શંભુરાજ દેસાઇએ શિવસેના ૨૦૧૯માં ૨૨ બેઠક પર ચૂંટણી લડી હતી, તેથી આ વખતે પણ શિવસેનાને ૨૨ બેઠક આપવામાં આવે એવી માગણી કરી હતી. શિંદે જૂથના નેતા શંભુરાજ
દેસાઇના આ નિવેદનથી મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિવસેના અને એનસીપી) વચ્ચે બેઠકની વહેંચણી કઈ રીતે થશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચૂંટણીમાં અમે મહાયુતિ ગઠબંધન તરીકે ચૂંટણી લડીશું. કયો પક્ષ કેટલી બેઠક પર લડશે એ બાબતે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

દરેક પક્ષની બેઠક થઈ ગઈ છે અને બેઠક વહેંચણીનો રિપોર્ટ પાર્ટીના અધ્યક્ષ સામે રજૂ કરવાં આવી છે. આ બાબતનો છેલ્લો નિર્ણય મુખ્ય પ્રધાન શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર લેશે. આપણે (શિંદે જૂથે) ૨૨ બેઠક પર ચૂંટણી લડવી જોઈએ એવો રિપોર્ટ મુખ્ય પ્રધાનને આપવામાં આવ્યો છે, એવું દેસાઇએ જણાવ્યું હતું.

આ અંગે તેમણે આગળ કહ્યું હતું કે ૨૦૧૯માં શિવસેનાએ ૨૨માંથી ૧૮ બેઠક પર વિજય મેળવ્યો હતો, જેથી આ ચૂંટણીમાં પણ ૨૨ બેઠક પર લડવાનો વિચાર ચાલી રહ્યો છે. કોઈ પક્ષના મોટા નેતા બેઠકની માગણી કરે એટલે તે નારાજ છે એવું નથી આ બાબતે દરેક પ્રકારની ચર્ચા કરીને ઉપાય કરવામાં આવી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત