આમચી મુંબઈ

ડોંબિવલીમાં ચાર માળની ઈમારતનો અમુક હિસ્સો ધરાશાયી: એકનું મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે જિલ્લાના ડોંબિવલીમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારતનો અમુક હિસ્સો ધરાશાયી થવાની દુઘર્ટના બની હતી. મળેલ માહિતી મુજબ કાટમાળ હેઠળ એક મહિલા સહિત બે લોકો ફસાયા હતા, તેમને બચાવવાની કામગીરી મોડે સુધી ચાલુ હતી. એ દરમિયાન મોડેથી એકનો મૃતદેહ કાટમાળ હેઠળથી મળ્યો હતો.

થાણે ડિઝાસ્ટરના જણાવ્યા મુજબ ડોંબિવલીમાં આયરે-દત્તનગર પરિસરમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની આદિનારાયણ ભુવન નામની ઈમારત આવેલી છે. તેમાં 40 રૂમ હોઈ 10 પરિવાર તેમા રહેતા હતા. બિલ્ડિંગ જોખમી હોવાથી તેમને અગાઉ જ અહીંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે મળેલ માહિતી મુજબ બે લોકો બિલ્ડિંગના કાટમાળ નીચે ફસાઈ ગયા હતા
મળેલ માહિતી મુજબ આ ઈમારત ગેરકાયદે હતી અને તેને કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાએ તેને જોખમી જાહેર કરી હતી. તેને પગલે ઈમારતને ખાલી કરાવી દેવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ઈમારતનો અમુક હિસ્સો તૂટી પડ્યો ત્યારે તેના કાટમાળ હેઠળ બે લોકો ફસાઈ ગયા હતા.

શુક્રવારે સાંજે લગભગ 5.40 વાગ્યાની આસપાસ ઈમારત તૂટી પડ્યા બાદ ઘટના સ્થળે ફાયરબ્રિગેડ સહિત થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના 12 જવાનો બચાવ કામગીરી માટે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. એ દરમિયાન કાટમાળ હેઠળથી સાંજના પંચાવન વર્ષના સુનીલ બિરઝા લોઢાયાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. તો કાટમાળ હેઠળ દબાયેલી બીજી વ્યક્તિને શોધવાનું કામ ચાલુ હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button