પારલે-જી પેકેટ પર સુંદર છોકરીની જગ્યાએ જોવા મળ્યો આ નવો ચહેરો….

મુંબઈ: પાર્લેજીના પેકેટ પર આપણે હંમેશા એક નાનકડી અને ક્યુટ છોકરીનો ફોટો હંમેશા જોયો છે. ત્યારે અત્યારના સમયમાં હજારો બિસ્કીટની કંપનીઓ બજારમાં હોવા છતાં પાર્લેજીની માંગ આજે પણ બજારમાં યથાવત છે. પરંતુ આજે આ પાર્લેજીનું આ પોકેટ નવા જ સ્વરૂપમાં જોવા મળ્યું હતું. તેના પર નાની બાળકીની જગ્યાએ આ મિડીયા ઇન્ફ્લુએન્જરનો ફોટો જોવા મળ્યો હતો.
બુન્શાજી નામના એક મિડીયા ઇન્ફ્લુએન્જરે થોડા દિવસ પહેલા એક વિડીયો વાઈરલ કર્યો હતો જેમાં તે એક કારમાં બેસીને ફેસ પર અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન સાથે પોતાના ફેન્સને પૂછી રહ્યો છે કે જ્યારે તમે પાર્લેજીના માલિકને મળશો ત્યારે તમે તેમનું સંબોધન કેવી રીતે કરશો. પાર્લે સર, મિસ્ટર પાર્લે કે પછી પાર્લેજી.. આ ત્રણેયમાંથી કયા નામથી તેમને બોલાવશો.
કંપનીએ જ્યારે આ વાઈરલ વિડીયો જોયો તો તેમણે પણ આ બુન્શાજીની ચુટકી લેવાનું નક્કી કર્યું અને કંપનીએ પોતાના ઓફિશિયલ અકાઉન્ટ પરથી પાર્લેજીના રેપર પર બુન્શાજીનો ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે બુન્શાજી તમે અમને ઓજી કહી શકો છો. બુન્શાજી આ પોસ્ટથી એટલો ખુશ થઇ ગયો કે તેણે જવાબ આપ્યો કે હું બાળપણમાં પાર્લેજી વિસ્કીટ બહુ જ ખાતો હતો. આ વાઈરલ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ છે અને અવનવી કમેન્ટ પણ કરી છે.