ક્રોફર્ડ માર્કેટમાં હાલ પાર્કિંગ ફ્રી | મુંબઈ સમાચાર

ક્રોફર્ડ માર્કેટમાં હાલ પાર્કિંગ ફ્રી

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં મહાત્મા જ્યોતિબા ફુલે મંડઈ (ક્રોફર્ડ માર્કેટ) ખાતે પાંચમી જાન્યુઆરીથી તમામ વાહનો માટે પાર્કિંગ મફત રહેશે. પાર્કિગ કરાયેલા વાહનો માટે નગરપાલિકા દ્વારા નિયત કરાયેલા દર કરતાં વધુ દર વસૂલવામાં આવતા હોવાથી `એ’ વોર્ડમાં પાર્કિંગ ચલાવતા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી, દંડનીય કાર્યવાહી કરી છે. તેમ જ જ્યાં સુધી નવા કોન્ટ્રાક્ટરની નિમણૂક ન થાય ત્યાં સુધી તમામ વાહનચાલકો માટે પાર્કિંગ ફ્રી કરવામાં આવ્યું છે. વાહનચાલકો પાસેથી ઊંચા ભાડા વસુલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો મળતાં પાલિકાએ કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત લેખો

Back to top button